એજ્યુકેશનટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

બ્રિટનમાં ગ્રેજ્યુએટ રૂટ વિઝાને નાબૂદ કરવા PM સુનકની વિચારણા

Text To Speech

લંડન, 19 મે : બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ગ્રેજ્યુએટ રૂટ વિઝાને નાબૂદ કરવા પર વિચાર કરી રહ્યા છે. જો કે ઋષિ સુનકને આ માટે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.  સુનકની પાર્ટીના ઘણા નેતાઓએ તેનો વિરોધ શરૂ કરી દીધો છે. જો ઋષિ સુનક ગ્રેજ્યુએટ રૂટ વિઝા નાબૂદ કરશે તો ભારતીય વિદ્યાર્થીઓ પર તેની વિપરીત અસર પડશે.  આ વિઝા યોજના હેઠળ મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓએ અરજી કરી છે.

ભારતીય વિદ્યાર્થીઓ પર વિપરીત અસર થશે

મળતી માહિતી મુજબ, ઋષિ સુનક ગ્રેજ્યુએટ રૂટ વિઝાને નાબૂદ કરવા પર વિચાર કરી રહ્યા છે. આ વિઝા હેઠળ, બ્રિટિશ સરકાર બ્રિટિશ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા વિદેશી વિદ્યાર્થીઓને વધુ બે વર્ષ બ્રિટનમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે. આ યોજના વર્ષ 2021 માં શરૂ કરવામાં આવી હતી અને તે હેઠળ અરજી કરનારા વિદ્યાર્થીઓની મહત્તમ સંખ્યા ભારતીય છે.

બ્રિટનની સ્વતંત્ર ઈમિગ્રેશન એડવાઈઝરી કમિટીએ દાવો કર્યો છે કે આ વિઝા સ્કીમનો દુરુપયોગ થઈ રહ્યો નથી અને તેને ચાલુ રાખવી જોઈએ. આ યોજના ખાસ કરીને બ્રિટિશ યુનિવર્સિટીઓ માટે ચાલુ રાખવી જોઈએ જે નાણાકીય નુકસાનનો સામનો કરી રહી છે.

પૂર્વ પીએમ ડેવિડ કેમરોને પણ વિરોધ કર્યો હતો

સુનક સરકારમાં શિક્ષણ પ્રધાન ગિલિયન કીગન, ચાન્સેલર જેરેમી હંટ અને વિદેશ પ્રધાન અને ભૂતપૂર્વ પીએમ ડેવિડ કેમરન એવા નેતાઓમાં સામેલ છે જેઓ ગ્રેજ્યુએટ રૂટ વિઝા નાબૂદ કરવાના રિશી સુનકના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા નેતાઓને લાગે છે કે આ વિઝા યોજના નાબૂદ થયા બાદ હવે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ વિદેશી વિદ્યાર્થીઓ માટે એટલો આકર્ષક નહીં રહે.

બ્રિટનની ઘણી યુનિવર્સિટીઓએ પણ સરકારના આ સંભવિત નિર્ણયની ટીકા કરી છે. યુકે સરકારને સ્થળાંતર અંગે સલાહ આપતી પ્રભાવશાળી સમિતિએ શોધી કાઢ્યું છે કે 2021 અને 2023 વચ્ચે 89,200 ભારતીય વિદ્યાર્થીઓએ યુકેના વિઝા મેળવ્યા હતા, જે કુલ અનુદાનના 42 ટકા હતા.

Back to top button