ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

PM મોદીના હસ્તે 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન, જાણો- સંબોધનમાં શું કહ્યું ?

Text To Speech

PM નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી મોટા ખેલ મહોત્સવ, 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સંબોધનમાં જણાવ્યું કે, આ દ્રશ્ય, આ તસવીર, આ માહોલ, શબ્દોથી ઉપર છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ, વિશ્વના આટલા યુવા દેશ, દેશના સૌથી મોટા ખેલ ઉત્સવ. જ્યારે આયોજન આટલું અદભૂત અને અદ્વિતય હોય તો તેની ઉર્જા એવી જ અસાધારાણ હશે. દેશના 36 રાજ્યોથી 7 હજારથી વધુ એથલેટ્સ, 25 હજારથી વધુ કોલેજ, 15 હજારથી વધુ એથલેટ્સ, 50 લાખથી વધુ સ્ટુડેન્ટ્સનું નેશનલ ગેમ્સથી સીધો જોડાવ, આ અદભૂત છે.

દેશ આર્થિક રીતે ટોપ પર છે તે દેશ મેડલ લિસ્ટમાં પણ ઉપર: PM

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઈ પણ દેશની પ્રગતિ અને દુનિયામાં તેના સન્માનનો રમતોમાં તેની સફળતા સાથે સિધો સંબંધ હોય છે. રાષ્ટ્રને નેતૃત્વ દેશનો યુવા આપે છે, ખેલ તેમના જીવન નિર્વાહનો મુખ્ય સ્ત્રોત હોય છે. જે દેશ આર્થિક રીતે ટોપ પર છે તે દેશ મેડલ લિસ્ટમાં પણ ઉપર હોય છે.

આ દેશનો સૌથી મોટો ખેલ મહોત્સવ: PM

પીએમ મોદીએ કહ્યું કે, આ દેશનો સૌથી મોટો ખેલ મહોત્સવ છે. આ અભૂતપૂર્વ છે. હું તમામ ખેલાડીઓને શુભકામના આપું છું. જોડાશે ભારત, જીતશે ભારત. તમારો ઉત્સાહ તમારા ચહેરા પર ચમકે છે. નીરજ ચોપડાએ ગુજરાતમાં ગરબાનો આનંદ માળ્યો. બીજા રાજ્યોથી આવેલા ખેલાડીઓ રમતની સાથે સાથે નવરાત્રિની પણ મજા મળશે. ગુજરાતીઓએ ઓછા સમયમાં અદ્દભૂત આયોજન કર્યું છે. યુવાનોને એક નવી તક પ્રાપ્ત થશે.

ગુજરાતીઓએ ઓછા સમયમાં અદ્દભૂત આયોજન કર્યું: PM

પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતીઓએ ઓછા સમયમાં અદ્દભૂત આયોજન કર્યું છે. યુવાનોને એક નવી તક પ્રાપ્ત થશે. એક સમય હતો. જ્યારે દુનિયા ઓલમ્પિક માટે ઉત્સુક હતી. 8 વર્ષ પહેલા ભારતને રમતવીરો 20 ગેમ્સ રમતા હતા, અત્યારના સમયમાં રમતવીરોમાં ઉત્સાહ વધ્યો છે. રમતવીરોને ટ્રેનિંગ માટે વિદેશ મોકલ્યા છે. આપણા યુવાનોએ દરેક રમતોમાં એક નવો રેકોર્ડ રચ્યો છે. દેશનો મિજાજ અને માહોલ બંન્ને બદલાયા છે. આપણી દિકરીઓ પણ સૌથી આગળ છે. ફિટ ઈન્ડિયા અને ખેલો ઈન્ડિયાથી લોક જાગૃતિ વધી છે.

30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી હેન્ડબોલ, જ્યારે 6થી 12 ઓક્ટોબર સુધી જીમ્નાસ્ટિકની સ્પર્ધા યોજાશે. જે માટેની પણ સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રથમવાર ‘નેશનલ ગેમ્સ’ યોજાઈ રહી છે. જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા રમતવીરોએ કમર કસી છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના રમતવીરો તૈયારી કરી રહ્યા છે. ગુજરાતની દરેક જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે હાલ 36મી નેશનલ ગેમ્સ માટે તડામાર તૈયારીઓ શરુ થઇ ગઈ છે અને ખેલાડીઓ પણ વિવિધ રમતોમાં ગુજરાત માટે મેડલ મેળવવા હોંશભેર મહેનત કરી રહ્યા છે.

ક્યાં કઈ-કઈ રમત રમાશે ?

અમદાવાદ: કાયાકીંગ એન્ડ કેનોઈંગ, રોવિંગ, રોલર સ્કેટિંગ,રોલર સ્કેટબોર્ડિંગ, ટેનીસ, સોફ્ટ ટેનીસ ફૂટબોલ, રગ્બી, યોગાસન, કબડ્ડી, આર્ચરી, ખો-ખો, મલખમ,ગોલ્ફ, લોન બોલિંગ, શૂટિંગ અને શોટગન શૂટિંગ રમાશે
સુરત: ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બીચ-હેન્ડબોલ, બીચ-વોલીબોલ રમાશે.
વડોદરા: હેન્ડબોલ અને જીમનાસ્ટીકનું આયોજન.
રાજકોટ: એક્વાટિક્સ અને હોકી રમાશે.
ગાંધીનગર: સાયકલિંગ, બોક્સિંગ, રેસલિંગ, વેઈટ લીફટિંગ, જુડો,ફેન્સિંગ, વુશુ, એથ્લેટીક્સ, સ્કવોશ, સોફ્ટબોલ અને ટ્રાયાથ્લોન રમાશે.
ભાવનગર: બાસ્કેટબોલ, વોલીબોલ અને નેટબોલનું આયોજન

રમશે ભારત, રમાડશે ગુજરાત

ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાવવા જઇ રહ્યો છે. 6 મહાનગરમાં 36 જેટલી રમતો રમાશે. જેમાં 7000 વધુ ખેલાડીઓ ભાગ લેશે. એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી અને મલખમ જેવી રમતો રમાશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં પણ આયોજન કરવામાં આવ્યું છે.

Back to top button