PM નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024 એક્સપોનો પ્રારંભ કરાવશે
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડાની મુલાકાત લેશે. પીએમ મોદી 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે યોજાનાર સેમિકોન ઈન્ડિયા એક્સ્પો 2024નું ઉદ્ઘાટન કરશે. PM મોદી સવારે 10:20 વાગ્યે ગ્રેટર નોઈડામાં સ્થિત ઈન્ડિયા એક્સ્પો માર્ટ પહોંચશે.
આ દરમિયાન વડાપ્રધાન ત્યાં હાજર લોકોને સંબોધિત પણ કરશે. PMOના નિવેદન અનુસાર, PMનું વિઝન સેમિકન્ડક્ટર ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે ભારતને વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનું છે. એક્સ્પોમાં 250 થી વધુ પ્રદર્શકો અને 150 સ્પીકર્સ સામેલ થશે.
આ પણ વાંચો…કેવી રીતે આઇફોન 16 આઇફોન 15થી હશે અલગ? ડિઝાઇનથી લઈને કેમેરા સુધી થશે ફેરફારો
એક્સપોમાં વિશ્વભરના દિગ્ગજો સામેલ થશે
આ 3 દિવસીય કાર્યક્રમમાં ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિ રજૂ કરવામાં આવશે. તેનો હેતુ ભારતને સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે. સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં વિશ્વના નેતાઓમાંથી ટોચના નેતૃત્વની ભાગીદારી હશે. તેનો હેતુ વૈશ્વિક નેતાઓ, કંપનીઓ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાતોને એકસાથે લાવવાનો છે.
કાર્યક્રમમાં 836 પ્રદર્શકો અને 50 હજાર મુલાકાતીઓ ભાગ લેશે. AI અને 6G જેવી ટેક્નોલોજી પર મોટી ઇવેન્ટ થશે. ઇવેન્ટમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે. સેમિકન્ડક્ટરની અત્યાર સુધીની સફર પણ બતાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુપી સરકાર રાજ્યને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગે છે.