કેમ આટલા લોકપ્રિય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી? રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કારણ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ટ્વિટર પર 89.5 મિલિયન ફોલોઅર્સ છે. તેઓ સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક છે. PM મોદીની લોકપ્રિયતા પાછળનું મુખ્ય કારણ શું છે? ચાલો સમજીએ, ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ (NYT) માં લખતા મુજીબ મશાલના જણાવ્યા મુજબ, પીએમ મોદીની લોકપ્રિયતા રેડિયો શો ‘મન કી બાત’ સાથે જોડાયેલી છે, આ સિવાય તેઓ તેની પાછળના ઘણા કારણો આપે છે.
‘મન કી બાત’ની અસર
પીએમ મોદીના રેડિયો શો મન કી બાતએ સામાન્ય લોકો સાથે તેમના જોડાણમાં ઘણું યોગદાન આપ્યું છે. મન કી બાતનું દરેક પ્રસારણ રાષ્ટ્ર, દેશભક્તિ અને સામાન્ય લોકો સાથેના જોડાણની સામગ્રી સાથે ચાલુ રહે છે. જેનો પ્રયાસ સામાન્ય લોકોના પ્રશ્નોને જોડવાનો અને પીએમ સાથે સંવાદ સ્થાપિત કરવાનો છે. પીએમ મોદી આ શોમાં સ્થાનિક મુદ્દાઓથી લઈને દરેક નાની-મોટી બાબતોને આવરી લે છે.
પીએમ મોદીની લોકપ્રિયતા તે વાત પર આધારિત નથી કે તેઓ દેશના વડાપ્રધાન છે અથવા દુનિયાના સૌથી મોટી લોકશાહી છે અને ન તેમના દ્વારા કરેલા વિભિન્ન દેશોના પ્રવાસના કારણે ફેમસ છે પરંતુ લોકો સાથેનો તેમનો જોડાણ જ તેમને આટલા લોકપ્રિય બનાવે છે.
આ પણ વાંચો- રાષ્ટ્રપતિ બાઇડેન સાથે ફેમિલી ડિનરમાં સામેલ થયા PM મોદી; આજે અમેરિકન કોંગ્રેસને કરશે સંબોધિત; 10 મોટી વાતો
એક શાનદાર વક્તા
એએનઆઈ અનુસાર મુજીબ મશાલે પોતાના રિપોર્ટમાં પીએમ મોદીને લોકપ્રિય બનાવવામાં તેમના સંવાદ અને બોલવાની ઢબને પણ સામેલ કર્યા છે. તે લખે છે કે પીએમ મોદીને ગ્રાઉન્ડ લેવલની ખુબ જ સારી સમજ છે.
પીએમ મોદી મનની વાતના સંવાદમાં સતત યુવાઓ સાથે જોડાયેલા મુદ્દાઓને સામેલ કરે છે. જેમ કે યુવાઓ પર વધી રહેલા પરીક્ષાના દબાણ પર કહે છે- “હું તમને તમારા સારા માર્ક્સ લાવવા અંગે કોઈ સલાહ આપી શકીશ નહીં કેમ કે તે બાબતે હું પોતે જ એક સામાન્ય વિદ્યાર્થી રહ્યો છું. હું ક્યારેય બેસ્ટ સ્કોર કરી શક્યો નથી પરંતુ તેના માટે ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, હું દરેક મુશ્કેલીમાં તમારા સાથે છું.” પીએમ મોદીના આવી રીતના નિવેદનો યુવાઓ વચ્ચે તેમને ખુબ જ લોકપ્રિય બનાવે છે.
આ પણ વાંચો- PM મોદીએ અમેરિકાની ફર્સ્ટ લેડીને આપ્યો 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ, રાષ્ટ્રપતિ બાઈડેનને ભેટમાં આપી આ વસ્તુ