ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પીએમ મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા, જો બાઈડનની સાથે ફર્સ્ટ લેડીએ કર્યું સ્વાગત

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના યુએસ પ્રવાસના બીજા દિવસે બુધવારે (21 જૂન) વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે. અહીં તેઓ વર્જીનિયામાં આયોજિત એક કાર્યક્રમમાં અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડનને મળ્યા હતા. આ પછી પીએમ નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈડને વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ.

21 તોપોની સલામી આપવામાં આવશેઃ આજે સાંજે વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી અને જો બાઈડનવચ્ચે સત્તાવાર બેઠક થશે. જ્યાં વડાપ્રધાન મોદીનું રાજકીય સન્માન સાથે સ્વાગત કરવામાં આવશે. તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે. વ્હાઇટ હાઉસમાં ભારત-અમેરિકા દ્વિપક્ષીય મંત્રણા થશે અને તે પછી વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવશે.

PM મોદીને મળશે આ ખાસ ગિફ્ટ્સ: વ્હાઇટ હાઉસે માહિતી આપી છે કે સત્તાવાર ભેટ તરીકે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડન વડાપ્રધાન મોદીને એક એન્ટિક અમેરિકન હાથથી બનાવેલ પુસ્તક આપશે.  આ સાથે રાષ્ટ્રપતિ બાઈડન પીએમ મોદીને વિન્ટેજ અમેરિકન કેમેરા આપશે. આ સાથે જ્યોર્જ ઈસ્ટમેનના પ્રથમ કોડક કેમેરાની પેટન્ટનો રેકોર્ડ પણ આપવામાં આવશે.

પીએમ મોદીને ભેટ: એટલું જ નહીં, બાઈડન તરફથી પીએમ મોદીને અમેરિકન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીની હાર્ડકવર બુક પણ આપવામાં આવશે. તે જ સમયે, જીલ બાઈડન વતી, રોબર્ટ ફ્રોસ્ટની એકત્રિત કવિતાઓની પ્રથમ આવૃત્તિનું પુસ્તક પીએમ મોદીને ભેટ તરીકે આપવામાં આવશે.

આ પણ વાંચોઃ પીએમ મોદી યુએસ પ્રવાસ: ભારત અને અમેરિકા પરસ્પર શું ફાયદો મેળવવા માંગે છે?

Back to top button