કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પીએમ મોદીને આવી કચ્છના રણોત્સવની યાદ, વીડિયો શેર કરીને કહી આ વાત

નવી દિલ્હી, તા.21 ડિસેમ્બર, 2024: કચ્છના રણોત્સવની શરૂઆત થઈ ચુકી છે. દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ સફેદ રણનો નજારો માણવા ઉમટી પડ્યા છે. આ દરમિયાન પીએમ મોદીને પણ સફેદ રણની યાદ આવી છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર વીડિયો શેર કર્યો છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને રણ ઉત્સવ માટે આમંત્રિત કર્યા છે, જે માર્ચ 2025 સુધી ચાલશે. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઉત્સવ એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે.

તેમણે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, કચ્છ તમારા બધાની રાહ જુએ છે! આવો, ચાલી રહેલા રણ ઉત્સવ દરમિયાન પ્રાચીન સફેદ રણ, કચ્છની અદભૂત સંસ્કૃતિ અને ઉષ્માભર્યા આતિથ્યને પ્રાપ્ત કરો. માર્ચ 2025 સુધી ચાલનાર આ ઉત્સવ તમારા અને તમારા પરિવાર માટે એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે.


મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે થોડા દિવસ પહેલા રણોત્સવની મુલાકાત લીધી હતી. તેમણે તત્કાલીન મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના વિઝનની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૦૫માં નરેન્દ્રભાઈએ ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે કચ્છના રણમાં ‘રણોત્સવ’ની શરૂઆત કરાવી, જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. એક સમયે જે રણની ઓળખ ઉજ્જ્ડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે. વડાપ્રધાનના વિઝનથી આજે કચ્છનું રણ રણોત્સવથી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ પણ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે. અહીનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. વર્ષ ૨૦૦૧ના ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના ત્રણ સૌથી સુંદર મ્યુઝિયમમાં આ વર્ષે સ્થાન મળ્યું છે. કચ્છને વૈશ્વિક સ્તરે મળેલા આ સન્માનથી ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું

આ પણ વાંચોઃ વધુ એક ગુજરાતી કંપનીનો આવશે IPO, સેબીમાં જમા કરાવ્યો ડ્રાફ્ટ

Back to top button