ગુજરાતટોપ ન્યૂઝ

PM મોદી આવતીકાલે ગુજરાતમાં, જાણો-આખો કાર્યક્રમ

Text To Speech

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પીએમ મોદી 29 સપ્ટેમ્બરે સવારે 11 કલાકે સુરતમાં 3 હજાર 400 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ત્યારબાદ PM બપોરે 2 વાગ્યે ભાવનગર પહોંચશે. ભાવનગરમાં પણ 5 હજાર 200 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટનનું આયોજન કરાયું છે. જયારે સાંજે 7 વાગ્યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. તો રાત્રે 9 વાગ્યા GMDC ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે.

pm modi
pm modi

PM મોદી ગુજરાત પ્રવાસે, જાણો-આખો કાર્યક્રમ

29 સપ્ટેમ્બરનો કાર્યક્રમ

-11.15 કલાકે પ્રધાનમંત્રી મોદીનું સુરત ખાતે આગમન થશે

-સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે

-1:00 વાગ્યા બાદ ભાવનગર જવાના રવાના થશે

-ભાવનગરમાં રોડ શો અને સભાનું આયોજન

-બપોરે 2 થી 3 વાગ્યા સુધી પ્રધાનમંત્રી મોદી રોકાશે

-સાંજે 4 વાગે અમદાવાદમા પ્રધાનમંત્રી મોદીનું આગમન થશે

-અમદાવાદ પહોંચી સીધા રાજભવન જશે

-સાંજે 7 વાગ્યે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે

-રાત્રે 9 વાગ્યે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં આપશે હાજરી

-પીએમ મોદી રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે

30 સપ્ટેમ્બરનો કાર્યક્રમ

-સવારે 10.15 કલાકે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ

-વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે પીએમ

-સવારે 11.30 કલાકે કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી

-કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે

-બપોરે 12:30 વાગ્યે અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે પીએમ

-અમદાવાદ થી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

-બપોરે ૩.૩૦ કલાકે દાંતા જવા રવાના થશે પીએમ

-દાતા સાંજે 4.45 વાગ્યે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

-પીએમ અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે”

-અંબાજી મંદિરે દર્શન કરી સાંજે 7 વાગે ગબ્બર ખાતે દર્શન કરશે પીએમ મોદી

-રાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે

-રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે

જયારે 30મી સપ્ટેમ્બરે સવારે 10:30 કલાકે PM મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી PM નરેન્દ્ર મોદી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચશે. કાલુપુર રેલવે સ્ટેશનથી 11:30 કલાકે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને PM મોદી લીલી ઝંડી આપશે. સાથે જ કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી પીએમ મોદી મેટ્રોમાં સવારી કરશે. બપોરે 12 કલાકે પીએમ મોદી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સભાને સંબોધશે. જયારે સાંજે 5:45 કલાકે પીએમ મોદી અંબાજી પહોંચશે. જયાં અંબાજી ખાતે 7 હજાર 200 કરોડથી વધુના કામોનું શિલાન્યાશ અને લોકાર્પણ કરશે. તો 7 વાગ્યે અંબાજી મંદિરમાં દર્શન કરીને સાંજે 7:45 કલાકે ગબ્બર ઉપર મહા આરતીમાં PM મોદી હાજરી આપશે.

Back to top button