પીએમ મોદીએ મિતાલી રાજને પત્ર લખી શાનદાર કરિયર માટે પાઠવી શુભેચ્છા
ભારતીય મહિલા ક્રિકેટમાં સૌથી મોટું નામ અને સૌથી મોટી ઓળખ બનાવનાર પૂર્વ કેપ્ટન મિતાલી રાજે રમતમાંથી નિવૃત્તિ લીધી છે. આ વિશે મિતાલી રાજે થોડા દિવસ પહેલા જ જાહેરાત કરી હતી અને તેની જાહેરાતે ભારતીય ફેન્સને ભાવુક કરી દીધા હતા. બધાએ મિતાલીને તેના યોગદાન માટે આભાર માન્યો હતો.
PM મોદીએ મિતાલી રાજને લખ્યો પત્ર
ભારતીય ફેન્સ બાદ મિતાલીને હવે દેશના ટોપના નેતા એટલે કે વડાપ્રધાન મોદીએ શુભકામનાઓ આપી છે. મિતાલીએ પીએમ મોદી તરફથી મળેલો પત્ર શેર કર્યો છે અને કહ્યું કે તે પીએમ મોદીની પ્રશંસાથી અભિભૂત છે.
It’s a matter of singular honour & pride when one receives such warm encouragement from our Hon'ble PM Shri @narendramodi ji, who is a role model & inspiration for millions including me. I am overwhelmed by this thoughtfully worded acknowledgment of my contribution to cricket. pic.twitter.com/cTmqB6ZdNT
— Mithali Raj (@M_Raj03) July 2, 2022
મિતાલીએ PMનો પત્ર શેર કર્યો
પૂર્વ કેપ્ટન મિતાલીને શનિવારે 2 જુલાઈના રોજ એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે પીએમ તરફથી મળેલા પત્રની તસ્વીર પણ પોસ્ટ કરી છે. મિતાલીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે આ સન્માન અને ગર્વની વાત છે કે જ્યારે આપણા વડાપ્રધાન તરફથી આટલું પ્રોત્સાહન મળે છે. જે મારા સિવાયના લાખો લોકો માટે આદર્શ અને પ્રેરણાસ્ત્રોત છે. ક્રિકેટમાં મારા યોગદાન માટે તેમના દ્વારા બોલવામાં આવેલા પ્રોત્સાહન ભર્યા શબ્દોથી હું અભિભૂત છું.