પીએમ નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ બાઈડેનના ટ્વીટનો આપ્યો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે ભારત અને અમેરિકાની મિત્રતા વિશ્વની ભલાઈ માટેની એક શક્તિ છે અને આ મિત્રતા ધરતી(પૃથ્વી)ને વધારે સારી બનાવશે. મોદીનું આ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં આવ્યુ હતું. જેમાં બાઈડેને કહ્યું હતું કે અમેરિકા અને ભારતની મિત્રતા વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ છે.
I fully agree with you, @POTUS @JoeBiden! Friendship between our countries is a force of global good. It will make a planet better and more sustainable. The ground covered in my recent visit will strengthen our bond even more. 🇮🇳 🇺🇸 https://t.co/iEEhBIYG17
— Narendra Modi (@narendramodi) June 25, 2023
વડાપ્રધાન મોદીની તાજેતરમાં સમાપ્ત થયેલી યુએસ મુલાકાતનો વિડિયો મોન્ટેજ શેર કરતા, બિડેને ટ્વિટ કર્યું, “અમેરિકા અને ભારત વચ્ચેની મિત્રતા વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ પૈકીની એક છે અને તે પહેલા કરતા વધુ મજબૂત, નજીક અને વધુ ગતિશીલ છે.” તેમના ટ્વિટના જવાબમાં PM મોદીએ ટ્વિટ કર્યું કે, હું તમારી સાથે સંપૂર્ણ રીતે સહમત છું. આપણા દેશો વચ્ચેની મિત્રતા વૈશ્વિક કલ્યાણ માટેની એક શક્તિ છે. તે પૃથ્વીને વધુ સારી બનાવશે. મારી તાજેતરની યુએસ મુલાકાત આપણા સંબંધોને વધુ મજબૂત કરશે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા અને ઈજિપ્તની મુલાકાત લીધા બાદ ભારત પરત ફર્યા છે. પાલમ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના સ્વાગત માટે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને બીજેપીના અનેક સાંસદો હાજર રહ્યા હતા. પીએમ મોદીએ 20 જૂને તેમની પાંચ દિવસીય મુલાકાત શરૂ કરી હતી. તેઓ 21થી24 જૂન દરમિયાન અમેરિકાની મુલાકાતે ગયા હતા. તેમની યુએસ મુલાકાત ન્યૂયોર્કમાં શરૂ થઈ, જ્યાં તેમણે 21 જૂનના રોજ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે એક ઐતિહાસિક કાર્યક્રમનું નેતૃત્વ કર્યું.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર MODIની ઈજિપ્તની મુલાકાત શા માટે મહત્વની છે?