ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ગ્રીસમાં મોદીને ગાર્ડ ઓફ ઓનર, PM મોદી ગ્રીસના રાષ્ટ્રપતિને મળ્યા, ચંદ્રયાન-3 મિશન વિશે કરી વાત

Text To Speech

HD ન્યૂઝ ડેસ્કઃ પીએમ નરેન્દ્ર મોદી BRICS કોન્ફરન્સમાં હાજરી આપ્યા બાદ આજે ગ્રીસ પહોંચી ગયા છે. પીએમ મોદીએ તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન આજે ગ્રીસની રાજધાની એથેન્સમાં પગ મૂક્યો હતો. એરપોર્ટ પર ભારતીય પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 40 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ગ્રીસની મુલાકાતે છે. પીએમ મોદી ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના ખાસ આમંત્રણ પર ત્યાં પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એથેન્સ એરપોર્ટ પર ગ્રીસના વિદેશ મંત્રી જ્યોર્જ ગેરાપેટેરાઈટિસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું: એથેન્સમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. તેમણે ‘ટોમ્બ ઓફ અનનોન સોલ્જર’ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. અગાઉ એથેન્સમાં એરપોર્ટની બહાર ભારતીય મૂળના લોકોએ ઢોલ-નગારાં સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.

ચંદ્રયાન-3ની સફળતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીસના રાષ્ટ્રપતિ કેટેરીના સાકેલારોપૌલો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે ચંદ્રયાન-3 મિશન વિશે પણ વિગતવાર વાતચીત કરી હતી. તેમણે કહ્યું, “ચંદ્રયાન-3ની સફળતા માત્ર ભારતની સફળતા નથી, પરંતુ તે સમગ્ર માનવજાતની સફળતા છે. ચંદ્રયાન-3 મિશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાના પરિણામો સમગ્ર વૈજ્ઞાનિક સમુદાય અને માનવજાતને મદદ કરશે.

Back to top button