ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરી

અમેરિકન પોડકાસ્ટર સાથે વાતચીતમાં શું બોલ્યા પીએમ મોદી? RSS – પાકિસ્તાનને લઈ કહી આ વાત

નવી દિલ્હી, તા. 16 માર્ચ, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના જાણીતા પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથે વાત કરી હતી. જેમાં તેમણે તેના બાળપણ, હિમાલયમાં ગાળેલો સમય અને જાહેર જીવનની યાત્રા સહિત અનેક વિષયો પર ચર્ચા કરી હતી. લેક્સ ફ્રિડમેન સાથે પોડકાસ્ટમાં મોદીએ કહ્યું, જ્યારે પણ અમે શાંતિની વાત કરીએ છીએ ત્યારે વિશ્વ અમારી વાત સાંભળે છે. કારણકે ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે.

ભારતની સંસ્કૃતિ, શાંતિ અને વૈશ્વિક કૂટનીતિ પર ભાર આપતાં તેમણે કહ્યું, જ્યારે હું વૈશ્વિક નેતાઓ સાથે હાથ મિલાવું છું ત્યારે માત્ર મોદી નહીં પણ 140 કરોડ ભારતીયો હોવાનું લાગે છે. મારી તાકાત મારા નામમાં નહીં પરંતુ ભારતની સંસ્કૃતિ અને વિરાસતમાં છે. બાળપણની મુશ્કેલીઓ શેર કરતાં તેમણે કહ્યું, જો વ્યક્તિ સારા શૂઝ પહેરવાથી ટેવાઈ જાય તો તેની ગેરહાજરીનો અનુભવ થાય છે. પરંતુ અમે ક્યારેય શૂઝ પહેર્યા જ નહોતા, તેથી તેનું મહત્ત્વ અમને ખબર નહોતી. અમારું જીવન આવું હતું.

RSS ને લઈ શું બોલ્યા પીએમ મોદી

પીએમ મોદીએ જણાવ્યું કે, બાળપણથી જ આરએસએસની સભામાં જવું હંમેશા સારું લાગતું હતું. મારા મનમાં હંમેશા દેશના કામમાં આવવાનું એક જ લક્ષ્ય રહેતું હતું. આરએસએસે મને આ શીખવ્યું હતું. આરએસએસે મને આ શીખવ્યું. આરએસએસથ મોટું કોઈ સ્વયંસેવી સંઘ વિશ્વમાં નથી. આરએસએસને સમજવું આસાન કામ નથી. રાષ્ટ્ર જ સર્વસ્વ છે અને સમાજ સેવા જ ઈશ્વરની સેવા છે તે શીખવે છે. સંતો અને સ્વામી વિવેકાનંદે જે શીખવ્યું છે તે સંધ પણ શીખવાડે છે. આરએસએસના કેટલાક સભ્યોએ શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે આશરે 25 હજાર સ્કૂલ ચલાવે છે. એક સમયે 30 લાખ વિદ્યાર્થી આ સ્કૂલોમાં ભણે છે.

પાકિસ્તાનને લઈ કહી આ વાત

લેક્સ ફ્રિડમેન સાથે પોડકાસ્ટમાં પીએમ મોદીએ પાકિસ્તાનને લઈ પણ વાત કરી હતી. તેમણે કહ્યું, મને આશા છે પાકિસ્તાનના સદબુદ્ધિ મળશે અને તેઓ શાંતિનો રસ્તો પસંદ કરશે. પીએમે કહ્યું, પાકિસ્તાનના લોકો પણ શાંતિ ઈચ્છે છે. બંને દેશો વચ્ચે એક નવો અધ્યાય શરૂ થઈ શકે તે માટે મેં મારા શપથ સમારોહમાં પાકિસ્તાનને આમંત્રણ આપ્યું હતું. પરંતુ શાંતિના દરેક પ્રયાસનો સામનો દુશ્મની અને વિશ્વાસઘાત સાથે થયો હતો.

આ પણ વાંચોઃ VIDEO: NASA ક્રૂ-10ના સભ્યોને સામે જોઈ સુનીતા વિલિયમ્સ નાચી ઉઠ્યા

Back to top button