ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

પીએમ મોદી પાસે ના કોઈ કાર છે કે ના જમીન, બસ આટલી જ રોકડ

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ 2.33 કરોડ છે. ગયા વર્ષની સરખામણીમાં પીએમ મોદીની સંપત્તિમાં 26.13 લાખ રૂપિયાનો વધારો થયો છે. આટલું જ નહીં તેમણે ગાંધીનગરમાં જે જમીન હતી તે દાનમાં આપી હતી. તેથી હવે તેમની પાસે કોઈ સ્થાવર મિલકત નથી.

પીએમ મોદી પાસે પોતાની કાર નથી 

વડાપ્રધાન કાર્યાલય (PMO)ની વેબસાઇટ પર પીએમની સંપત્તિ જાહેર કરવામાં આવી છે. આ મુજબ પીએમ મોદીની મોટાભાગની જંગમ સંપત્તિ બેંકમાં જમા છે. એટલું જ નહીં પીએમ મોદી પાસે કોઈ બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ કે શેર નથી. તેમજ તેમની પાસે પોતાનું કોઈ વ્હીકલ નથી. જો કે પીએમ મોદી પાસે ચાર સોનાની વીંટી છે.

ગયા વર્ષ સુધી 2.23 કરોડની સંપત્તિ હતી

પીએમ મોદી પાસે 31 માર્ચ 2021ના રોજ 2,23,82,504 રૂપિયાની જંગમ સંપત્તિ અને 1.1 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ હતી. જો કે સ્થાવર સંપતિનું દાન કર્યું છે. જ્યારે તેમની સંપત્તિ હવે વધીને 2.33 કરોડ રૂપિયા થઈ ગઈ છે. પીએમ મોદી પાસે 35,250 રૂપિયાની રોકડ પણ છે. એટલું જ નહીં તેમની પાસે 1,89,305 રૂપિયાની જીવન વીમા પોલિસી છે.

Back to top button