PM મોદીએ આજે 91મી વખત કરી મન કી બાત, કહ્યું હર ઘર તિરંગા…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં 91મી વખત સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે મન કી બાત ઘણી ખાસ છે. તેનું કારણ છે આ વખતનો સ્વતંત્રતા દિવસ. જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા કરશે. આપણે બધા આ અદભૂત અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ.પીએમ મોદીએ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર તમામને અભિનંદન પાઠવ્યા હતા.
Tune into this month's #MannKiBaat. https://t.co/tcBFfhznI8
— Narendra Modi (@narendramodi) July 31, 2022
13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ‘હર ઘર તિરંગા’ : PM મોદી
PM મોદીએ કહ્યું કે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ લોકો પોતાના ઘરે ત્રિરંગો ફરકાવે અને તેને લગાવે. ત્રિરંગો આપણને જોડે છે, દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે. સાથે જ કહ્યું કે 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આપણે બધા પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પિક્ચરમાં તિરંગો લગાવીશું. 2 ઓગસ્ટના રોજ પિંગલી વૈંકયાજીની જન્મ જયંતિ છે જેમણે આપણા રાષ્ટ્રીય ધ્વજને ડિઝાઇન કર્યો હતો.હું તેમને આદર પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
ખેલાડીઓને શુભેચ્છાઓ: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે નીરજ ચોપરા અને પીવી સિંધુએ દેશને ગૌરવ અપાવ્યો છે. હું તમામ એથલીટ અને પ્લેયર્સને શુભેચ્છા પાઠવું છું. યુવાનો દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. દેશના ખેલાડીઓ માટે જુલાઈ એક્શનવાળો મહિનો રહેશે.
ભારતના રમકડા વિશ્વ સુધી પહોંચ્યા: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં રમકડાંના ક્ષેત્રમાં વોકલ ફોર લોકલનો પડઘો છે. આની અસર એ થઈ છે કે પહેલા 3000 કરોડ રૂપિયાથી વધુના વિદેશી રમકડા દેશમાં આવતા હતા. પરંતુ હવે તેમની આયાતમાં 70 ટકાનો ઘટાડો થયો છે. હવે ભારતમાંથી રમકડા વિશ્વમાં મોકલવામાં આવી રહ્યા છે. ભારત 2600 કરોડથી વધુના રમકડાંની નિકાસ કરે છે. અગાઉ તે મહત્તમ રૂ. 400 કરોડ હતો.
પીએમ મોદીએ કોરોના વિશે કરી વાત
પીએમે કહ્યું કે કોરોના સામે આયુષે વૈશ્વિક સ્તરે મહત્વની ભૂમિકા નિભાવી છે. દુનિયામાં આયુર્વેદ અને ભારતીય ઔષધીઓ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે.