અમદાવાદગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

અમદાવાદને PMની ‘અટલ’ ભેટ, ‘ખાદી ઉત્સવ’માં કાંત્યો રેંટિયો

Text To Speech

PM મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેમણે અમદાવાદ ખાતેના રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવમાં હાજરી આપી હતી. PM મોદીએ ખાદી કારીગરો સાથે રેંટિયો કાંત્યો હતો. PM મોદીએ ખાદીના કારીગરો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે વાતો પણ કરી હતી. PM સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હજાર રહ્યા.

PM મોદીએ પણ રેંટિયો કાંત્યો

રિવરફ્રન્ટ ખાતે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે એક સાથે 7 હજાર 500 જેટલા લોકો ચરખો કાંત્યો. આ ક્ષણે ઐતિહાસિક દ્રશ્યો જોવા મળ્યા. અલગ-અલગ સંસ્થાના 500 જેટલા પ્રતિનિધિ ઉપસ્થિતિ રહ્યા. આ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીએ પણ રેંટિયો કાંત્યો.

‘અટલ ફૂટ બ્રિજ’નું લોકાર્પણ

PM મોદીએ ‘અટલ ફૂટ બ્રિજ’નું લોકાર્પણ કર્યું છે. PM મોદીએ લોકો માટે ફૂટ-વે બ્રિજને લોકો માટે ખુલ્લો મૂક્યો છે. તેની સાથે જ લોકોની આતૂરતાનો અંત આવ્યો છે. ઉપરાંત તેમણે ખાદી ગ્રામ ઉદ્યોગનું પણ લોકાર્પણ કર્યું છે.

PM મોદી અને મુખ્યમંત્રી વચ્ચે યોજાઈ બેઠક

અમદાવાદમાં પીએમ મોદીનો એરપોર્ટ પહોંચવાના સમયમાં એકાએક ફેરફાર થયો હતો. સાંજે પાંચ વાગ્યે આવવાને બદલે બપોરે અઢી વાગ્યે એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર બંધ બારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક થઈ હતી. બેઠકમાં કે. કૈલાશનાથ પણ હાજર રહ્યા હતા. તો સી.આર.પાટીલ, હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ બેઠક રૂમની બહાર હતા.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અને બે મંત્રીઓના મહત્વના ખાતા પરત લેવામાં આવ્યા સહિત મંત્રીઓના રિપોર્ટ કાર્ડ મુદ્દે ચર્ચા હોવાનું સૂત્રોની માહિતી છે. તો સાથે બેઠકમાં ગુજરાતના મહત્વના પ્રોજેક્ટ મામલે ચર્ચા થઈ હોવાની સૂત્રોમાંથી જાણકારી મળી છે. આખરે 2 કલાક બેઠા બાદ પંચાલ, સંઘવી અને પાટીલ રિવરફ્રન્ટ જવા માટે નીકળી ગયા હતા. મોદી સાથે આ બેઠકમાં કે કૈલાશ નાથન અને પાછળથી રાજ્યના મુખ્ય સેક્રેટરી પંકજ કુમાર પણ જોડાયા હતા.

PM મોદીનો 28 ઓગસ્ટનો કાર્યક્રમ

સવારે 8.40 રાજભવન થી ગાંધીનગર સચિવાલય હેલિપેડ જવા રવાના
10 કલાકે કચ્છના ભુજ ખાતે ‘સ્મૃતિ વન મેમોરિયલ’નું લોકાર્પણ
સવારે 11.30 કલાકે શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં સંબોધન
ભુજ ખાતે વિવિધ વિકાસના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તથા રાષ્ટ્રાર્પણ
1 વાગ્યા બાદ કચ્છથી ગાંધીનગર ખાતે આવવા રવાના
1.30 કલાકથી રાજભવન ખાતે રોકાણ
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સાંજે 5 કલાકે ‘ભારતમાં સુઝુકીની 40 વર્ષ’ની સ્મૃતિમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે
રવિવારે સાંજે 6.40 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે.

Back to top button