ટોપ ન્યૂઝનેશનલ

PM નરેન્દ્ર મોદીએ પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલને આપી શ્રદ્ધાંજલિ

  • પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદીગઢ પહોંચ્યા
  • PM મોદીએ પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપી

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ચંદીગઢ પહોંચ્યા અને પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપી. મોદી ચંડીગઢ એરપોર્ટથી સીધા સેક્ટર-28માં શિરોમણી અકાલી દળની ઓફિસ પહોંચ્યા. જ્યાં સ્વર્ગસ્થ બાદલના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. પીએમ મોદી લગભગ 12:45 વાગ્યે SAD કાર્યાલય પહોંચ્યા અને સંગતની ભીડ વચ્ચે બાદલના નશ્વર દેહને ફૂલ અર્પણ કર્યા. પીએમ મોદી શીખ ધર્મના નિયમો અનુસાર માથા પર કેસરી પટકા બાંધીને પહોંચ્યા હતા. તેઓ લગભગ 10 મિનિટ સુધી શોકસભામાં રહ્યા અને પ્રકાશ સિંહ બાદલને યાદ કર્યા. અરદાસ બાદ પ્રકાશ સિંહ બાદલના પાર્થિવ દેહને પાર્ટીના ઝંડામાં તેમના વતન ગામ બાદલ લઈ જવામાં આવી રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ પ્રકાશ સિંહ બાદલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો

આ પહેલા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશ સિંહ બાદલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ પોતાના શોક સંદેશમાં કહ્યું કે તેઓ ખૂબ જ દુઃખી છે. પ્રકાશ સિંહ બાદલ ભારતીય રાજનીતિના ઉમદા વ્યક્તિત્વ અને નોંધપાત્ર નેતા હતા. જેમણે આપણા દેશ માટે ઘણું યોગદાન આપ્યું છે. પંજાબની પ્રગતિ માટે અથાક મહેનત કરી અને મુશ્કેલ સમયમાં રાજ્યને સાથ આપ્યો.

પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે રાત્રે નિધન થયું

જણાવી દઈએ કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે રાત્રે નિધન થયું છે. મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે. કેન્દ્ર સરકારે બાદલના નિધન પર બે દિવસ (26 અને 27 એપ્રિલ) રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ દરમિયાન, રાષ્ટ્રધ્વજ અડધી માસ્ટ પર લહેરાશે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો થશે નહીં.

27મી એપ્રિલે રજા જાહેર કરવામાં આવી 

પંજાબ સરકારે પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના નિધન પર 27 એપ્રિલે રજા જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન તમામ કચેરીઓ અને કાનૂની સંસ્થાઓ બંધ રહેશે. જણાવી દઈએ કે, 27 એપ્રિલે પ્રકાશ સિંહ બાદલના પૈતૃક ગામમાં અંતિમ સંસ્કાર થશે. આ પહેલા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશ સિંહ બાદલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ પોતાના શોક સંદેશમાં કહ્યું કે તેઓ ખૂબ જ દુઃખી છે. પ્રકાશ સિંહ બાદલ ભારતીય રાજનીતિના ઉમદા વ્યક્તિત્વ અને નોંધપાત્ર નેતા હતા. જેમણે આપણા દેશ માટે ઘણું યોગદાન આપ્યું છે. પંજાબની પ્રગતિ માટે અથાક મહેનત કરી અને મુશ્કેલ સમયમાં રાજ્યને સાથ આપ્યો.

આ પણ વાંચો : ઓપરેશન કાવેરી : છેલ્લા 24 કલાકમાં સુદાનથી 550થી વધુ ભારતીયોને બહાર લવાયા, 4 હજારથી વધુ ભારતીયો 

 

Back to top button