ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અમેરિકામાં પહોંચ્યા પીએમ મોદી: વોશિંગટનમાં ભારતીયોએ ભવ્ય સ્વાગત કર્યું, જાણો તેમનો આજનો કાર્યક્રમ

વોશિંગટન, 13 ફેબ્રુઆરી 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે અમેરિકા પહોંચી ચુક્યા છે. વોશિંગટનમાં ભારતીય મૂળના લોકોએ તેમનું જબરદસ્ત સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ અમેરિકી ડાયરેક્ટર ઓફ નેશનલ ઈંટેલિજેંસ તુસી ગબાર્ડ સાથે મુલાકાત કરી. તેમણે જણાવ્યું કે, વોશિંગટન ડીસીમાં યૂપીએસએની ડાયરેક્ટર ઓફ નેશનલ ઈંટેલિજેંસ સાથે મુલાકાત કરી અને તેમની નિયુક્ત પર તેમને શુભકામનાઓ આપી. ભારત-યૂએસએ મિત્રતાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી, જેના હંમેશાથી તેઓ પ્રબળ સમર્થક રહ્યા છે.

પીએમ મોદી અહીં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મુલાકાત દરમ્યાન વેપાર, રક્ષા અને ઊર્જા સહિત કેટલાય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ચર્ચા કરશે. ત્યાર બાદ બિઝનેસ લીડર્સને પણ મળશે. વોશિંગટન પહોંચ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું. શિયાળાની ઠંડી વચ્ચે ઉષ્માભર્યું સ્વાગત. ઠંડીની સીઝન છતાં વોશિંગટન ડીસીમાં ભારતીય પ્રવાસીઓએ મારુ ખાસ સ્વાગત કર્યું છે. હું તેમનો આભારી છું. પીએમ મોદીએ ભારતીય મૂળના અમેરિકી લોકો સાથે તસવીર પણ શેર કરી છે.

પીએમ મોદીની પોસ્ટ

અમેરિકા પહોંચ્યા બાદ પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તેઓ વોશિંગટન પહોંચી ચુક્યા છે. તેની સાથે જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાતને લઈને પણ જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે થોડા સમય પહેલા જ વોશિંગટન ડીસી પહોંચ્યો છું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અને ભારત અમેરિકા વેપાર વૈશ્વિક રણનીતિક ભાગીદારીને આગળ વધારવા માટે ઉત્સુક છું. આપણા દેશના લોકોના લાભ અને આપણા ગ્રહ વધારે સારા ભવિષ્ય માટે મળીને કામ કરશે.

પીએમ મોદીની વિદેશ યાત્રાનો બીજો તબક્કો

પીએમ મોદી બુધવારે ફ્રાન્સના મારસેઈથી અમેરિકા રવાના થયા હતા. આ તેમની બે દેશોની વિદેશ યાત્રાનો બીજો તબક્કો છે. તેઓ 10 ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સ પહોંચ્યા હતા. પીએમ મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વ્યક્તિગત અને પ્રતિનિધિમંડળ સ્તર પર દ્વિપક્ષીય બેઠક કરશે.

આ પણ વાંચો: ‘હા, અમારી ભૂલ હતી’ મૌની અમાવસ્યાએ બનેલી દુર્ઘટના અંગે DGP પ્રશાંત કુમારે ભૂલ સ્વીકારી લીધી

Back to top button