ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પીએમ મોદી યુએસ પ્રવાસ: ભારત અને અમેરિકા પરસ્પર શું ફાયદો મેળવવા માંગે છે?

હમ દેખેગે ન્યૂઝ, પીએમ મોદી યુએસ પ્રવાસ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સત્તાવાર અમેરિકન પ્રવાસ પર છે અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી કે 21થી 23 જૂન સુધી અમેરિકાની રાજકીય યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાચારોમાં છવાયેલા રહેશે.

તેઓ અમેરિકાના સરકારી પ્રવાસ પર પહેલા પણ ચાર વખત જઈ ચૂક્યા છે પરંતુ આ વખતની યાત્રા પહેલી સ્ટેટ વિજિટ છે, જે દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડન તેમની મેજબાની કરશે. આ સમાચાર અત્યાર સુધી તમે અનેક વખત કદાચ વાંચી પણ ચૂક્યા હશો.

પીએમ મોદી અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. તેમને 2016માં પણ કોંગ્રેસને સંબોધિત કર્યું હતુ અને અમેરિકન સંસદને બે વખત સંબોધિત કરનારા ભારતના પ્રથમ વડાપ્રધાન બનશે.

સ્ટેટ વિજિટમાં સામાન્ય રીતે અનેક ઔપચારિક કાર્યક્રમ હોય છે. અમેરિકામાં આ કાર્યક્રમોમાં ખાસ મહેમાનનું અભિવાદન, 21 તોપોની સલામી, વ્હાઇટ હાઉસ આગમન સમારંભ, વ્હાઈટ હાઉસ ડિનર, રાજદ્વારી ભેટોની આપ-લે થાય અને અમેરિકી રાષ્ટ્રપતિના અતિથિગૃહ બ્લેર હાઉસમાં રોકાવાનું આમંત્રણ સામેલ છે.

કેટલાક સમય પહેલા અમેરિકન કોંગ્રેસની એક સમિતિએ કહ્યું હતુ કે અમેરિકાએ ભારતને “નેટો પ્લસ”માં સામેલ કરાવીને ભારતને પશ્ચિમના રક્ષા ગઠબંધન ‘નેટો’નું પાર્ટનર બનવા માટે કહેવું જોઈએ.

તે વાત અલગ છે કે ભારતે આના પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી અને તેની સંભાવના ઓછી છે કે ભારત નેટો પ્લાસ અથવા અન્ય કોઈ ગઠબંધનનું સભ્ય બનવા ઈચ્છશે કેમ કે વિદેશ મંત્રી જયશંકર અનેક વખત કહી ચૂક્યા છે કે, તેમનો દેશ કોઈ ક્લબનું સભ્ય બનવાની જગ્યાએ પાર્ટનરશિપમાં વધારે વિશ્વાસ રાખે છે.

પીએમ નરેન્દ્ર મોદી અમેરિકન સંસદને બે વખત સંબોધિત કરનારા ભારતના પ્રથમ વડાપ્રધાન બનશે.

પીએમ મોદી યુએસ પ્રવાસ : અમેરિકાને શું ફાયદો થશે?

અમેરિકાની સ્ટેટ વિજિટ દુનિયાના કોઈપણ નેતા માટે એક મોટું સન્માન છે પરંતુ પ્રશ્ન તે છે કે મોદીના પ્રવાસથી અમેરિકાને શું ફાયદો થશે?

અન્ય એક મહત્વપૂર્ણ પ્રશ્ન તે છે કે વડાપ્રધાન મોદી અમેરિકાની પોતાની રાજકીય યાત્રાથી શું મેળવશે?

લંડનમાં ભારતીય મૂળના વરિષ્ઠ પત્રકાર પ્રસૂન સોનવલકર અનુસાર, આ સન્માન પાછળ અમેરિકાનું પોતાનું રાષ્ટ્રીય હિત છૂપાયેલું છે.

તેઓ કહે છે, “અમેરિકા-ભારત સંબંધોના ઇતિહાસથી ખ્યાલ આવે છે કે અમેરિકાએ હંમેશા પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે, આના પર પછી ક્યારેક-ક્યારેક દિલ્હીમાં હંગામો જ ભલે ને થયો હોય. આ વખત પણ ભલે વોશિંગ્ટન અને નવી દિલ્હીની સરકારોની રાજકીય વિચારધારા એક સમાન નથી, ચીનની સરખામણીમાં ભારતનો લાભ ઉઠાવવો અમેરિકાના હિતમાં છે. ”

અજય જૈન ગુરૂગ્રામના મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યૂટમાં થોટ એન્ડ લીડરશિપના પ્રોફેસર અને ડીન છે.

તેમને નરેન્દ્ર મોદીના કરિયરને નજીકથી નિહાળ્યું છે. તેઓ કહે છે કે ભારત અમેરિકા માટે સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક દષ્ટિકોણથી ખુબ જ મહત્વપૂર્ણ છે.

અજય જૈન અનુસાર, “ભારત એક પ્રાચીન સંસ્કૃતિ છે, જેના વિશ્વાસ અને મૂલ્ય ખુબ જ વ્યાપક છે. આપણું મૂળમંત્ર વસુધૈવ કુટુંબકમ છે, તેથી ભારત અંગે અમેરિકાને તે સ્પષ્ટતા છે કે ભારત સ્વાર્થી દેશ નથી.”

તેઓ આગળ કહે છે કે અમેરિકા એક એવો દેશ છે જે પોતાની અર્થવ્યવસ્થાના દમ પર ઉભો છે, “ભારત 140 કરોડ લોકોનો દેશ છે અને અમેરિકાની ઘણી બધી કંપનીઓ ભારત પર નિર્ભર છે. અમેરિકા ભારત પર આર્થિક દષ્ટિકોણથી નિર્ભર કરે છે, પોતાના આર્થિક વિકાસ અને આર્થિક પ્રગતિ માટે પણ. આજે અમેરિકાની સૌથી મોટી જરૂરત આર્થિક પ્રગતિ છે, તેને ચીન સામે કડક અને સદ્ધર રીતે ઉભા રહેવું પડશે ”

વડાપ્રધાન મોદીએ 2014માં સત્તામાં આવ્યા પછી દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવા, આર્થિક સહયોગ વધારવા અને વૈશ્વિક મંચ પર ભારતનો દરજ્જોને વધારવાના ઉદ્દેશ્યથી અમેરિકાના અનેક સત્તાવાર પ્રવાસ કર્યા છે. પીએમ મોદીના વર્તમાન પ્રવાસમાં આ ક્ષેત્રોમાં વધારે મજબૂતી આવશે.

ભારતને રશિયાથી દૂર કરવાની થશે કોશિશ?

સ્ટીવ એચ હેન્કે જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં એપ્લાઇડ ઇકોનોમિક્સના પ્રોફેસર છે. તેઓ પ્રમુખ રેગનની આર્થિક સલાહકાર પરિષદમાં રહી ચૂક્યા છે.

તેઓ કહે છે, “ભારત તમામ દેશો સાથે આવા સંબંધો જાળવી રાખવા માંગે છે જેથી તે બધા સાથે બિઝનેસ અને ટ્રેડ કરી શકે. તે ભારતના વિકાસ અને સમૃદ્ધિ માટે સારું છે. અમેરિકા દાયકાઓથી જે કર્યું છે તે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. રશિયા સાથે ભારતના સંબધો એક હદ્દથી આગળ વધવા ન દેવા અને પશ્ચિમ સાથે ભારતના લાંબા સમયથી ચાલી આવતી સ્વભાવિક આશંકાને ખત્મ કરવાની કોશિશ કરવામાં આવશે.

પરંતુ શું અમેરિકા આમાં સફળ થશે? જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર સ્વરણ સિંહનું કહેવું છે કે પીએમ મોદીની મુલાકાત સંરક્ષણ ક્ષેત્રમાં પરસ્પર વેપાર અને સંયુક્ત ઉત્પાદનને વધુ પ્રોત્સાહન આપશે.

ચીન ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર રહ્યું છે. પરંતુ પ્રો. સ્વરણ સિંહના જણાવ્યા અનુસાર, “ચીન સાથેના તણાવને જોતાં, ભારત-યુએસ વેપાર 2022 સુધીમાં $190 બિલિયનને વટાવી જવાનો અંદાજ છે, જે વર્તમાન ચીન-ભારત વેપાર કરતાં લગભગ બમણો છે.”

ભારત અને અમેરિકા વચ્ચે વિકાસશીલ સંરક્ષણ ક્ષેત્રે સહકાર અંગે પ્રો. સિંઘ કહે છે કે, “યુક્રેનમાં રશિયાની ફસામણીના કારણે ડિફેન્સ એક્સપોર્ટ માટે ભારતનું સૌથી મોટું અને સૌથી વિશ્વસનીય ગ્રાહક તરીકે બનેલા રહેવા પર ગંભીર પ્રશ્ન ઉભા થઇ ગયા છે અને તેથી અમેરિકન સંરક્ષણ કરાર માટે ભારત વધારે આકર્ષક બની ગયું છે. મોદીની યાત્રાથી સંરક્ષણ ક્ષેત્રમાં અમેરિકા-ભારતના સંયુક્ત ઉત્પાદનના એક નવા ચેપ્ટરની શરૂઆત થઈ શકે છે.

તેઓ કહે છે કે, અમેરિકા સંરક્ષણો

સિંઘ અનુસાર, “યુએસ સંરક્ષણ સાધનોનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે અને વિશ્વની કુલ સંરક્ષણ નિકાસમાં તેનો હિસ્સો 40% થી વધુ છે. તે પહેલાથી જ વિશ્વના સૌથી મોટા સંરક્ષણ આયાત કરતા 17 દેશોમાંથી 13 માટે સૌથી મોટો સંરક્ષણ નિકાસકાર છે.” વિશ્વના સૌથી મોટા સંરક્ષણ આયાતકાર ભારત અત્યાર સુધી આ સૂચિમાંથી બહાર રહ્યું છે, પરંતુ તે ટૂંક સમયમાં તેમાંથી એક બની શકે છે.”

તે ઉપરાંત સિઘ કહે છે કે “યુ.એસ. સાથેના વધતા સંબંધો ભારતની પોતાની શરતો પર આવ્યા છે, “સૌથી રસપ્રદ વાત તે છે કે ભારતે યુએસ સાથેની આ મજબૂત ભાગીદારી અને નિકટતાને તેની વધુને વધુ નિશ્ચિત વિદેશ નીતિના વલણ સાથે અને ખાસ કરીને યુક્રેન યુદ્ધ પર પોતાની તટસ્થતા સાથે સમાધાન કર્યા વિના પ્રાપ્ત કર્યાં છે.”

બંને દેશો વચ્ચે રક્ષા ક્ષેત્રમાં વધતા સંબંધોના કારણે નિષ્ણાતો કહે છે કે, આને ભારતની રક્ષા ક્ષમતાઓને મજબૂત કરી દીધી છે, આનાથી ક્ષેત્રીય સુરક્ષાને મજબૂત કરી છે અને ચરમપંથી સહિત ખતરાઓને પહોંચીવળવા માટે બંને દેશોના હિતોને નજીક લઈ આવ્યા છે.

આ પણ વાંચો-PM મોદીના પ્રવાસ પહેલા ચીન સાથે અમેરિકાનું ઇલુ-ઇલુ; બંને વિદેશ મંત્રીઓની મેરેથોન બેઠક

નિષ્ણાતો કહે છે કે વડાપ્રધાન મોદીની અમેરિકાની યાત્રાઓએ વૈશ્વિક નેતાઓ સાથે જોડાણ અને આંતરાષ્ટ્રીય મંચો પર ભારતની સ્થિતિને મજબૂત કરવાની તક આપી છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અને અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રમાં તેમના ભાષણોએ તેમને ક્લાઇમેન્ટ ચેન્જ, આતંકવાદ જેવા મહત્વપૂર્ણ આંતરાષ્ટ્રીય મુદ્દા પર ભારતની સ્થિતિને સ્પષ્ટ કરવાની તક આપી છે.

નરેન્દ્ર મોદીને શું ફાયદો?

પ્રો અજય જૈન માને છે કે પીએમ મોદીની હાલની યાત્રા તે વાતનો સંકેત છે કે ભારત અને અમેરિકા બરાબરીના ભાગીદાર છે અને મોદીનો કદ ખુબ જ ઉંચો થઈ ચૂક્યો છે.

વિશેષજ્ઞો અનુસાર, પોતાની યાત્રાઓ દરમિયાન મોદીની ભારતીય મૂળના લોકો સાથે આદાન-પ્રદાને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા અને વિદેશમાં ભારતની સોફ્ટ પાવરને રજૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ELON - Humdekhengenews
પીએમ મોદી સાથે મુલાકાત પછી એલન મસ્કે ભારતમાં ટેસ્લાની એન્ટ્રીની જાહેરાત કરી દીધી છે

ટેક્સસમાં 2019માં હાઉડી મોદી જેવા કાર્યક્રમમાં ભારતની ઉપલબ્ધિઓ અને અવસરો ઉભા કરવા માટે એક મંચ પ્રદાન કરતાં ઈન્ડિયન-અમેરિકન સમુદાય અને ભારત વચ્ચેના મજબૂત સંબંધોને દર્શાવ્યા છે.

અમેરિકન અર્થવ્યવસ્થા અને સમાજમાં ભારતીય પ્રવાસીઓના યોગદાનને ઉજાગર કર્યું છે, જેનાથી ભારત અને તેના પ્રવાસી સમુદાયની સકારાત્મક તસવીર બની છે.

પ્રો એજય જૈન કહે છે કે, અમેરિકામાં ભારતીય મૂળના 50 લાખ લોકો રહે છે. મોદી તેમને ભારતથી સક્રિય રૂપથી જોડી રહ્યા છે અને તેમનો અમેરિકામાં સમાજમાં જે સન્માન છે તેને પણ વધારવા ઈચ્છે છે. તમે જોઈ શકો છો કે ભારતીય મૂળના લોકો દુનિયાના અનેક દેશોને નેતૃત્વ આપી રહ્યા છે.

આ પ્રવાસથી વડાપ્રધાન મોદીને આગામી વર્ષ થનારા ચૂંટણીમાં પણ ફાયદો થઈ શકે છે. પ્રો અજય જૈન માને છે કે, તમે ચૂંટણી જીતશો જ તો જ તમે વિશ્વને તમે નેતૃત્વ આપી શકો છો. આ એક પ્રેક્ટિકલ હકીકત છે.

નિષ્ણાતો કહે છે કે પીએમ મોદીની હાલની યાત્રાથી ભારત અને અમેરિકાના સંબંધો તાજગીપૂર્ણ બની જશે.

આ પણ વાંચો- એલોન મસ્કે ખેડૂત આંદોલન પર જેક ડોર્સીના દાવાને ફગાવ્યો, જાણો શું કહ્યું

 

Back to top button