ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીની અનોખી પહેલ: એક દિવસ માટે મહિલાઓને સોંપશે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક, 23 ફેબ્રુઆરી: ૨૦૨૫: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત‘ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. આ માસિક કાર્યક્રમનો આ ૧૧૯મો એપિસોડ છે. આજે એક અનોખી પહેલ કરતા, પીએમએ કહ્યું કે તેઓ એક દિવસ માટે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ મહિલાઓને સોંપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે મનકી બાત કાર્યક્રમમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. કહ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એક અનોખી પહેલ કરશે. આ પ્રસંગે, તેઓ એક દિવસ માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પ્રેરણાદાયી મહિલાઓને સોંપશે. જેથી મહિલાઓ પોતાની વાત અને વિચારો દુનિયા સમક્ષ રજૂ કરી શકે. વડાપ્રધાન મોદી 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ ખાસ પહેલ શરૂ કરશે.

વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં કહ્યું કે, જો તમે દરેક ક્ષેત્રમાં નજર નાખો તો તમને જોવા મળશે કે, મહિલાઓનું યોગદાન કેટલુ વ્યાપક છે. આ વખતે મહિલા દિવસ નિમિત્તે હું એક એવી પહેલ શરૂ કરવા જઈ રહ્યો છે, જે આપણી નારી શક્તિને સમર્પિત હશે. આ વિશેષ અવસર પર હું મારા X, ઈન્સ્ટાગ્રામ સહિતના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને દેશની અમુક પ્રેરણાદાયી મહિલાઓને એક દિવસ માટે સોંપવા જઈ રહ્યો છું.

વડાપ્રધાને આગળ જણાવ્યું કે,’એવી મહિલાઓ કે, જેમણે જુદા-જુદા ક્ષેત્રોમાં ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. આઠમી માર્ચે તેઓ પોતાના કાર્યો અને અનુભવો દેશવાસીઓ સમક્ષ રજૂ કરશે. પ્લેટફોર્મ ભલે મારૂ હશે, પરંતુ ત્યાં અનુભવ, પડકારો અને ઉપલબ્ધિઓ આ મહિલાઓની હશે.

આ પણ વાંચો..મોદીની વાત લોકતંત્ર માટે ખતરો કેવીરીતે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા, ટ્રમ્પનું નામ પણ લીધું

Back to top button