
કોલંબો, 5 એપ્રિલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 1996માં વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકાની ક્રિકેટ ટીમને મળ્યા હતા. પીએમ મોદીએ કોલંબોમાં સનથ જયસૂર્યા, ચામિંડા વાસ, અરવિંદા ડી સિલ્વા, મારવાન અટાપટ્ટુ અને અન્ય સહિત શ્રીલંકાના ક્રિકેટરો સાથે વાતચીત કરી હતી.
Cricket connect!
Delighted to interact with members of the 1996 Sri Lankan cricket team, which won the World Cup that year. This team captured the imagination of countless sports lovers! pic.twitter.com/2ZprMmOtz6
— Narendra Modi (@narendramodi) April 5, 2025
પીએમ મોદીએ આ મીટિંગને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે. જેમાં વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે 1996માં વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકન ક્રિકેટ ટીમના સભ્યોને મળીને ખૂબ જ આનંદ થયો. આ એ જ ટીમ છે જેણે માત્ર ટ્રોફી જ જીતી નથી, પરંતુ વિશ્વભરના કરોડો રમતપ્રેમીઓની કલ્પનાને પણ જીવંત કરી છે.
પીએમ મોદીને મળવાનો અનુભવ ઘણો સારો રહ્યોઃ જયસૂર્યા
વડાપ્રધાન મોદીને મળ્યા બાદ શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીને મળવું એક શાનદાર અનુભવ હતો. તેમણે ખૂબ જ સારી રીતે સમજાવ્યું કે કેવી રીતે તેમણે એક રાષ્ટ્ર તરીકે ભારતનો વિકાસ કર્યો. અમે કેટલીક બાબતો પર ચર્ચા કરી અને ક્રિકેટ વિશે વાત કરી. આ દરમિયાન તેમણે કેવી રીતે સત્તા સંભાળી અને કેવી રીતે દેશનો વિકાસ કર્યો તે અંગે પણ ચર્ચા થઈ હતી. તે અમારા માટે પણ એક મહાન અનુભવ હતો. વડા પ્રધાન મોદીએ ભારત માટે જે કંઈ કર્યું છે તે વિગતવાર જણાવ્યું.
‘પીએમ મોદીએ શ્રીલંકા માટે ઘણું કર્યું’
જ્યારે, શ્રીલંકાના ક્રિકેટર કે.રમેશ કાલુવિથરાનાએ કહ્યું કે જ્યારથી તેઓ (પીએમ મોદી) સત્તામાં આવ્યા છે, તેમણે ઘણી વસ્તુઓ બદલી છે. તેણે શ્રીલંકા માટે પણ ઘણું કર્યું છે. સંકટના સમયે ભારત હંમેશા અમારી સાથે રહ્યું છે.
‘It was a great experience meeting PM @narendramodi. He explained nicely how he developed India as a nation’, says Sanath Jayasuriya former Sri Lankan cricketer after meeting PM Modi. pic.twitter.com/s8ZCOFPhRW
— DD News (@DDNewslive) April 5, 2025
‘પીએમ મોદી સમગ્ર વિશ્વમાં આદરણીય વ્યક્તિ છે’
શ્રીલંકાના ક્રિકેટર અરવિંદા ડી સિલ્વાએ કહ્યું કે પીએમ મોદી સમગ્ર વિશ્વમાં આદરણીય વ્યક્તિ છે અને તેમણે ભારત માટે ઘણું કર્યું છે. આટલા મોટા દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન બનવું એ એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ દેશ પર તેની અસર ખૂબ જ નોંધપાત્ર હશે. તેની સાથે વાતચીત કરવી ખૂબ સરસ હતી અને અમે ખરેખર તેનો આનંદ માણ્યો હતો.












