PM મોદી આજે હિમાચલની મુલાકાતે, બે સ્થળોએ ચૂંટણી રેલી સંબોધશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશની મુલાકાતે છે જ્યાં તેઓ બે સ્થળોએ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. પીએમ મોદીના શેડ્યૂલ મુજબ આજે બપોરે 1 વાગ્યે મંડી જિલ્લાના સુંદર નગરમાં રેલી યોજશે અને બપોરે 3 વાગ્યે સોલનમાં જનસભાને સંબોધીત કરશે. ત્યારે પીએમ મોદીની આ એક દિવસીય પ્રવાસ દરમિયાન આજે તેઓ પંજાબના ડેરા બિયાસ પહોંચશે.
હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જય રામ ઠાકુરે શુક્રવારે PM મોદીની રેલી માટે કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીની રેલી ઐતિહાસિક હશે. રાજ્યની જનતાને પીએમનું માર્ગદર્શન મળશે, જનતા પરંપરા બદલીને ફરી ભાજપને સત્તા સોંપશે.
આ પણ વાંચો:હિમાચલ પ્રદેશ : ચૂંટણી માટે AAP એ જાહેર કરી 10 ઉમેદવારોની અંતિમ યાદી
PM ચોથી વખત હિમાચલના લોકોને સંબોધીત કરશે
ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુંદરનગરના જવાહર પાર્ક ખાતે રેલી કરી હતી, તે સમયે જિલ્લાની 10માંથી 9 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. દોઢ મહિનામાં પીએમ મોદી ચોથી વખત હિમાચલ પ્રદેશના લોકોને સંબોધિત કરશે. આ પહેલા 24 સપ્ટેમ્બરે પીએમ મોદીએ વર્ચ્યુઅલ રેલી દ્વારા મંડીના લોકોને સંબોધિત કર્યા હતા. તેમને મંડી જવાનું હતું પરંતુ વરસાદને કારણે કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમમાં બદલાઈ ગયો હતો. આ પછી, 5 ઓક્ટોબરે, પીએમએ બિલાસપુર અને કુલ્લુમાં રેલીઓ કરી.