ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

2028માં યોજાનાર COP33 સમિટ ભારતમાં યોજવાનો PM મોદીનો પ્રસ્તાવ

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ દુબઈના બે દિવસના પ્રવાસે છે. તેઓ UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનના આમંત્રણ પર ગુરુવારે મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા. જ્યાં તેઓ COP28 સમિટમાં ભાગ લેવા માટે ગયા હતા. અહીં હાઈ-પ્રોફાઈલ COP28 સમિટમાં સંબોધન કરતા કહ્યું હતું કે, ‘દરેકના પ્રયાસોએ એ માન્યતામાં વધારો કર્યો છે કે વિશ્વ કલ્યાણ માટે દરેકના હિતોનું રક્ષણ અને ભાગીદારી જરૂરી છે.’ વધુમાં સંબોધન દરમિયાન, તેમણે કહ્યું કે ભારત 2028 માં આબોહવા પરિવર્તન પર હાલ યોજાયેલી આ સમિટની યજમાની કરવા માટે તૈયાર છે. એક મોટી જાહેરાત કરતા, પીએમ મોદીએ દરેકને પ્રસ્તાવ મૂક્યો કે ભારતને આગલી વખતે COP33ની યજમાની કરવાની તક આપવી જોઈએ.

ભારતે વિશ્વ સમક્ષ વિકાસનું મોડેલ રજૂ કર્યું

વધુમાં તેમણે પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું હતુ, ‘હું તમને 140 કરોડ ભારતીયો તરફથી સલામ કરું છું. 17 ટકા વસ્તી હોવા છતાં, વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં અમારું યોગદાન 4% કરતા ઓછું છે. ભારતના G20 પ્રમુખપદ દરમિયાન અમારું સૂત્ર એક પૃથ્વી, એક કુટુંબ હતું. ભારતે ઉત્તમ સંતુલન જાળવીને વિશ્વ સમક્ષ વિકાસનું મોડેલ રજૂ કર્યું છે.

પીએમ મોદી બ્રિટનના વિદેશ મંત્રીને મળ્યા હતા


અમે અમારા લક્ષ્યો હાંસલ કરવાના માર્ગ પર છીએ

વડાપ્રધાને વધુમાં કહ્યું કે આપણે છેલ્લી સદીની ભૂલોને ઝડપથી સુધારવી પડશે કારણ કે ભૂતકાળની ભૂલોને સુધારવા માટે બહુ ઓછો સમય છે. આપણે એકતા સાથે કામ કરવાનું છે. ભારત રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત લક્ષ્યોને હાંસલ કરવાના માર્ગે આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ કાર્બન ક્રેડિટના વેપારીકરણને સમાપ્ત કરવા માટે ગ્રીન ક્રેડિટ પહેલનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગ્રીન ક્રેડિટ પહેલ બજાર-આધારિત મિકેનિઝમ દ્વારા પર્યાવરણીય રીતે સકારાત્મક ક્રિયાઓને પ્રોત્સાહિત કરશે અને ગ્રીન ક્રેડિટ્સ જનરેટ કરશે, જે ટ્રેડેબલ હશે અને સ્થાનિક માર્કેટ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે.

Back to top button