ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

PM મોદીના માતા હીરાબાની તબિયત લથડતા અમદાવાદની હોસ્પિટલમાં કરાયા દાખલ

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાની અચાનક તબિયત ખરાબ થતા અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે માતાની તબીયત ખરાબ થતાના સમાચાર સાંભળતા જ પીએમ મોદી બપોર અમદાવાદ ખાતે આવી રહ્યા છે. હિરાબા

હીરાબાની તબીયત લથડતા હોસ્પિટલમાં દાખલ

હીરાબા ગાંધીનગરની સીમમાં આવેલા રાયસણ ગામમાં નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ સાથે ત્યાં રહે છે. 1923માં જન્મેલા હીરાબેને આ વર્ષે 18 જૂને પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના ગાંધીનગર પહોંચ્યા હતા અને માતાના આશીર્વાદ લીધા હતા. ત્યારે આજે સવારે હિરાબાની તબિયત ખરાબ થતાના સમાચાર વડાપ્રધાન મોદીને પહોંચાડી દેવાયાં છે. ત્યારે બપોરે 2 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી અમદાવાદ માતાની ખબર જાણવા આવી રહ્યાં છે.

PM મોદીના માતા હીરાબા-hum dekhenge news
PM મોદીના માતા હીરાબા

આ પણ વાંચો: રાજકોટમાં GST પ્રિવેન્ટીવ ટીમ ત્રાટકી, બોનાન્ઝા બ્યુટી સલૂનમાં સર્ચ ઓપરેશન, અત્યાર સુધીમાં 43 લાખ કરચોરી પકડાઈ

એક દિવસ પહેલા મોટા ભાઈ સાથે અકસ્માત

એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત થયો હતો (PM Modi brother car accident). આ અકસ્માતમાં પીએમ મોદીના ભાઈ સહિત પરિવારના અન્ય સભ્યો પણ ઘાયલ થયા છે.

ત્યારે આજે પીએમ મોદીની માતાની તબિયત ખરાબ થતા અસારવા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા યુ એન મહેતા હોસ્પિટલ આવી પહોંચ્યા છે.

Back to top button