15 ઓગસ્ટઉત્તર ગુજરાત

વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ 100 વર્ષની ઉંમરે દેશભક્તિની અનોખી મિશાલ રજૂ કરી

Text To Speech

દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે. દરેક લોકો પોતાના ઘર, ઓફિસ પર તિરંગો ફરકાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીનાં માતા હીરાબાએ પણ ગાંધીનગર સ્થિત પોતાના ઘરે તિરંગો લહેરાવ્યો હતો. ત્યારે 100 વર્ષની વય વટાવી ચૂકેલા હીરાબાએ દેશભક્તિની અનોખી મિશાલ રજૂ કરી હતી. હીરાબાએ બાળકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરી બાળકો સાથે તિરંગો લહેરાવ્યો હતો.

આ પણ વાંચો : બ્રહ્માકુમારી દ્વારા માઉન્ટ આબુથી પાલનપુર 200 બાઇક સાથે યોજાઈ તિરંગા રેલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાએ ગાંધીનગરમાં આવેલ તેમના ઘરમાં બાળકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરી બાળકો સાથે તિરંગો લહેરાવ્યો હતો. દેશ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યુ છે, ત્યારે તેના ભાગરુપે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં હીરાબા પણ સામેલ થયા છે.

PM Modi Mother in Tiranga Yatra 01

હીરાબાએ પોતાના ઘરે સામાન્ય પરિવારનાં બાળકોને તિરંગાનું વિતરણ કર્યું હતું. નાના બાળકો દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા. હીરાબા સાથે તિરંગો લહેરાવતા બાળકો પણ ખુશ જોવા મળ્યા હતા.

Back to top button