ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

PM મોદીની રાજસ્થાનમાં સભા થશે પડઘા ગુજરાતમાં પડશે, જાણો કેમ

ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. જેમાં તમામ પક્ષો વિવિધ પ્રયાસો દ્વારા મતદારોને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે. જેમાં રાજસ્થાનના માનગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની આદિવાસી મતદારો પ્રભાવિત બેઠકો કબજે કરવા વ્યૂહરચના અપનાવી છે, એટલે જ આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના આદિવાસીઓના મુખ્ય તીર્થસ્થાન માનગઢ ધામ ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરશે.

આ પણ વાંચો :  ગુજરાતમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, બાયોડેટા આપવા માટે એક માત્ર ક્રાઇટ એરિયા

સભામાં લગભગ એક લાખ આદિવાસી લોકો હાજર રહેશે

PM મોદીની સભામાં 3 રાજ્યો જેમાં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી લગભગ એક લાખ આદિવાસી લોકો હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણેય રાજ્યોની 99 આદિવાસી બેઠકોને જાહેર સભાઓ દ્વારા સંબોધિત કરશે. રાજસ્થાન વિધાનસભાની 25 બેઠકો, ગુજરાત વિધાનસભાની 27 બેઠકો અને મધ્યપ્રદેશ વિધાનસભાની 47 બેઠકો ST માટે અનામત છે.

bjp
bjp

કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલ સહિત રાજસ્થાનના પ્રદેશ પ્રભારી અરૂણસિંહ, સહ પ્રભારી વિજયા રાહટકર, પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વસુંધરા રાજે સિંધિયા, વિપક્ષી નેતા ગુલાબચન્દ કટારિયા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવત, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી અને ભાજપના સાંસદ અર્જુનલાલ મીણા (ઉદયપુર લોકસભા) કનકમલ કટારા (બાંસવાડા લોકસભા), ડો.કિરોડીલાલ મીણા (રાજ્યસભા સાંસદ), જસકોર મીણા (દૌસા લોકસભા), ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રાજ્યવર્ધનસિંહ રાઠૌડ (જયપુર ગ્રામ્ય લોકસભા), સીપી જોશી (ચિત્તોડગઢ લોકસભા) હાજર રહેશે. ધારાસભ્યોમાં વાસુદેવ દેવનાની, મદન દિલાવર, અમૃતલાલ મીણા, કૈલાશચન્દ્ર મીણા, હરેન્દ્ર નિનામા, ગોપીચન્દ મીણા, સમારામ ગરાસિયા, જગસીરામ, ફૂલસિંહ મીણા સહિત અનેક નેતાઓ હાજર રહેશે.

આ પણ વાંચો : 30 ઓક્ટોબરથી PM મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો શું હશે કાર્યક્રમ

ત્રણેય રાજ્યોની સરહદો માનગઢ ધામ સાથે અડીને છે

PM મોદીની સભામાં રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા પણ હાજર રહેશે. ગુજરાત બાદ આવતા વર્ષે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્રણેય રાજ્યોની સરહદો માનગઢ ધામ સાથે અડીને આવેલી છે. એટલા માટે ત્રણેય રાજ્યોના પક્ષના નેતાઓને આમંત્રણ અપાયું છે. ભાજપ એસટી મોરચાના પ્રદેશ અધ્યક્ષ જીતેન્દ્ર મીણા, કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હરિરામ રણવાન, યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિમાંશુ શર્મા પણ તેમના કાર્યકરો સાથે કાર્યક્રમમાં હાજરી આપશે.

આ પણ વાંચો : સુરતમાં માજી આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનું પત્તુ કપાશે, જાણો શું છે કારણ

માનગઢ ધામના સ્મારકને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો મળશે

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી.કિશન રેડ્ડી, રાજ્યકક્ષાના મંત્રી મીનાક્ષી લેખી અને રાજસ્થાનના કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી માનગઢ ધામના સ્મારકને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની જાહેરાત પણ કરી શકે છે. સાથોસાથ આ સ્થળ અને આદિવાસીઓના વિકાસ માટેની અનેક જાહેરાતો કરી શકે છે.

Back to top button