વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા આજે દેવલોક પામ્યા છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારે આજે યુ એન મહેતા હોસ્પિટલમાં હીરાબાએ અંતિમ શ્વાસ લીધો હતો. હીરાબાના અવસાનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક દિગ્ગજોએ હીરાબાના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. ત્યારે હીરાબાની પ્રાર્થના સભા અને બેસણાના લઈને પણ વિગતો મળી રહી છે.
હીરાબાનું બેસણુ અને પ્રાથના સભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાના બેસણુ અને પ્રાથના સભાને લઈને જાણવા મળી રહ્યું છે કે રવિવારે હીરાબાની પ્રાર્થના સભા અને બેસણું રાખવામાં આવ્યું છે. રવિવારે સવારે 9થી12 સુધી પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. બેસણું પણ સવારે 9 વાગ્યે વડનગરમાં જ રાખવામાં આવ્યું છે. તેમજ અન્ય લૌકિક ક્રિયાઓ પણ તેમના વતનમાં જ કરવામાં આવશે.
વડનગરના વેપારીઓ શોક જાહેર કર્યો
માતા હીરાબાના અવસાનથી આખા દેશમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં હીરાબાના મૃત્યુને લઈને શોક જાહેર કરવામાં આવ્યો છે. હીરાબાને શ્રદ્ધાજંલિ આપવા વડનગરના તમામ વેપારીઓને સતત 3 દિવસ પોતાનાં ધંધા રોજગાર સ્વંયભૂ બંધ રાખવા વડનગર વહેપારી એસોસીયેશન દ્વારા કહેવામાં આવ્યુ છે. વડનગર વિસ્તારના વેપારીઓએ શુક્ર, શની અને રવિવાર આ ત્રણ દિવસ ધંધા રોજગાર બંધ રાખી શોક જાહેર કર્યો છે.
આ પણ વાંચો : હીરાબા નિધન : વિશ્વ નેતા પીએમ મોદીને દુનિયાભરથી મળી શોક શ્રદ્ધાંજલિ