પીએમ મોદીની ‘મન કી બાત’ 30 જૂનથી ફરી શરૂ, દેશવાસીઓ પાસે વિચારો કર્યા આમંત્રિત
HD ન્યૂઝ ડેસ્ક, 18 જૂન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીના કારણે ટૂંકા વિરામ બાદ ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમના આગામી એપિસોડ વિશે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે, આ મહિનાનો મન કી બાત કાર્યક્રમ 30 જૂન, રવિવારના રોજ નક્કી કરવામાં આવ્યો છે. PM નરેન્દ્ર મોદીએ લોકોને MyGov ઓપન ફોરમ, નમો એપ પર લખીને અથવા 1800 11 7800 પર સંદેશ રેકોર્ડ કરીને મન કી બાતના 111મા એપિસોડ માટે તેમના વિચારો અને ઇનપુટ્સ શેર કરવા વિનંતી કરી.
નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં શું કહ્યું?
મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું: “ચૂંટણીના કારણે થોડા મહિનાના અંતરાલ પછી, #MannKiBaat પાછી આવી છે તે જણાવતા આનંદ થાય છે! આ મહિનાનો કાર્યક્રમ 30મી જૂન, રવિવારના રોજ થશે. હું તમને બધાને તેના માટે તમારા વિચારો અને ઇનપુટ્સ શેર કરવા માટે આહ્વાન કરું છું. MyGov ઓપન ફોરમ, NaMo એપ પર લખો અથવા તમારો સંદેશ 1800 11 7800 પર રેકોર્ડ કરો.”
એપિસોડ કઈ જગ્યાએ થશે પ્રસારિત ?
મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ આ એપિસોડ પ્રસારિત થનાર પ્રથમ હશે. પીએમ મોદીના ઓફિશિયલ પેજ પરથી કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 જૂન, રવિવારે ‘મન કી બાત‘ શેર કરશે. મન કી બાત કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ વેબસાઈટ અને ન્યૂઝ એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા રેડિયો, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા રેડિયો હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમોનું પ્રસારણ કરશે.
આ પણ વાંચો..PM નરેન્દ્ર મોદી 26 જૂને સ્પીકર પદ માટે ઉમેદવારનો પ્રસ્તાવ મુકશે