ટોપ ન્યૂઝનેશનલ

PM મોદીની આ વર્ષની છેલ્લી અને 96મી “મન કી બાત”, જાણો શું આપ્યો લોકોને સંદેશ

આજે 96મી વખત PM મોદીની મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો. આજે PM મોદીએ વિવિધ વિષયો પર લોકોને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. મહત્વનું છે કે પીએમ મોદીએ ગયા અઠવાડિયે દેશવાસીઓને તેમના વિચારો મોકલવા આમંત્રણ આપ્યું હતું. દેશવાસીઓ પાસે માંગવામાં આવેલ મુદ્દાઓ પર પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં વાત કરી હતી. પી એમ મોદીનો આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ વેબસાઈટ અને ન્યૂઝનાયર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેને અનેક લોકોએ લાભ લીધો હતો.

અટલ બિહારી વાજપેયીને કર્યા યાદ

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે જ તેમની સમાધિ પર પહોંચ્યા હતા. અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે આજે મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. અને જણાવ્યું હતું કે “અટલ બિહારી વાજપેયી મહાન નેતા હતા” સાથે જ PM મોદીએ અટલ બિહારી વાજપેયીને શાબ્દીક નમન કર્યા હતા.

PM Modi Tribute To Vajpeyi

કોરોનાને લઇને સાવધાન રહેવા કરી અપીલ

મન કી બાતનો આ વર્ષનો છેલ્લો એપિસોડ છે. ત્યારે “વર્ષ 2022 આપણા માટે પ્રેરક વર્ષ રહ્યું દરેક દેશવાસીઓએ 2022માં અનેરું કાર્ય કર્યું છે તેવું જણાવ્યું હતું. સાથે જ વડાપ્રધાને દેશવાસીઓને કોરોનાને લઈને સાવધાન રહેવાની અપીલ કરી હતી.

વડાપ્રધાન મોદી -humdekhengenews

ભારતને G-20ની અધ્યક્ષતા મળી તેના લઈને કરી ચર્ચા

વડાપ્રધાન મોદીએ મન કતી બાત કાર્યક્રમમાં ભારતને G-20ની અધ્યક્ષતા મળી તેના વિશે ચર્ચા કરી હતી અને કહ્યું હતુ કે “દરેક ક્ષેત્રે ભારતની ક્ષમતા દેખાઈ રહી છે. યોગ અને આયુર્વેદ વિશે પણ વાત કરી હતી. સાથે જ તેમણે ટાટા મેમોરિયલના રિસર્ચ સંસ્થાનો તેમાં ઉલ્લેખ કર્યો હતો. અને તેમણે સંસ્થાના રિપોર્ટ વિશે જણાવતા કહ્યું હતું કે “કેન્સરની બીમારીમાં યોગથી લાભ મળ્યો છે. અનેક બિમારીઓ સામે યોગથી રક્ષણ મળ્યું છે. યોગ અને આયુર્વેદમાં આપણે ખરા ઉતર્યા છે. યોગ અને આયુર્વેદના આધુનિક રિસર્ચમાં ભારતે સિદ્ધી મેળવી છે.”

ગંગા નદી-humdekhengenews

ગંગા નદીની સફાઈને લઈને કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પ્રયાવરણ સંરક્ષણ માટે આગળ આવવા લોકોને અપીલ કરી હતી. અને તેમાં ગંગા નદીને લઈને લોકોને કહ્યું કે “ગંગામાતાને સ્વચ્છ રાખવી આપણી જવાબદારી છે. મા ગંગા સાથે ભારતીય સંસ્કૃતિનો અનેરો સંબંધ છે. 8વર્ષ પહેલા નમામિ ગંગે પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. જેથી ગંગા નદીની સફાઈની સાથે ઈકો સિસ્ટમમાં સારી બની ગંગા સફાઈની આ પહેલના સમગ્ર વિશ્વમાં વખાણ થયા હતા.”

આ પણ વાંચો : વૈજ્ઞાનિકોનો દાવો : ચીનમાં કોરોના નિયંત્રણમાં ન આવ્યો તો ત્યાંની 60 ટકા વસ્તી થઈ શકે છે સંક્રમિત !

Back to top button