ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

વડનગર-વિસનગર બન્યું ડબ્બા ટ્રેડિંગનું એપી સેન્ટર; 5000 યુવાઓ ઉંધા રવાડે

વડનગર અને વિસનગરમાં આપણી સોચથી પણ મોટા પાયે ડબ્બા ટ્રેડિંગનું દૂષણ ઘુસી ગયું છે. અત્યાર સુધીમાં આપણે કેટલાક આરોપીઓના નામ પ્રકાશિત કર્યા છે. જેઓ આ આખા દૂષણના કર્તા-હર્તા છે. જોકે, તેમના સિવાય પણ અસંખ્ય લોકો ડબ્બા ટ્રેડિંગમાં પ્રતિદિવસ કૂદકેને ભૂસકે જોડાઈ રહ્યાં છે. વિસનગર-વડનગર અને ખેરાલુના ગામડાઓમાં ખુબ જ ઝડપી રીતે ડબ્બા ટ્રેડિંગનું દૂષણ ફેલાઈ રહ્યું છે. આ ગામડાઓમાંથી જ કેટલાક છોકરાઓ અમદાવાદ આવીને પણ ડબ્બા ટ્રેડિંગ કરતાં હોવાની માહિતી સામે આવી રહી છે. તો કેટલાક આજુ-બાજુના જિલ્લાઓમાં જઈને પોતાની અલગ-અલગ ટીમો બેસાડી રહ્યાં છે. તો સેધાજી-અનિલ જેવા મોટા માથાઓનું ક્નેક્શન રાજસ્થાન સાથે પણ જોડાઈ ગયું છે.

વડનગર એકલામાં જ 2000થી વધારે છોકરાઓ ડબ્બા ટ્રેડિંગમાં જોડાયા

ત્રણ દિવસ ખેરાલુ-વિસનગર અને વડનગરના વિસ્તારોમાં રિપોર્ટિં કર્યું અને ત્યાંના લોકલ પત્રકારો સહિત અનેક લોકો સાથે પણ વાતચીત થઈ. તો અનેક ચોંકાવનારી માહિતી જાણવા મળી છે. વડનગરના એક સીનિયર પત્રકારે માહિતી આપતા કહ્યું કે, વડનગર એકલામાં જ 2000થી વધારે છોકરાઓ ડબ્બા ટ્રેડિંગના રવાડે ચડી ગયા છે. તો વિસનગર-ખેરાલુ સહિતના આખા વિસ્તારમાંથી 5000થી વધારે યુવકો ડબ્બા ટ્રેડિંગ કરી રહ્યાં હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.

ડબ્બા ટ્રેડિંગ -humdekhengenews

 

આ પણ વાંચો : વિસનગર પોલીસ તંત્રના નાક નીચે ડબ્બા ટ્રેડિંગ! જેણાજીએ બેસાડી પોતાની ટીમ

વડનગર અને વિસનગર બન્યું ડબ્બા ટ્રેડિંગના એપી સેન્ટર

વડનગર અને વિસનગર તો રીતસરના ડબ્બા ટ્રેડિંગના એપી સેન્ટર જ બની ગયા છે. હવે આટલી મોટી સંખ્યામાં યુવકો ડબ્બા ટ્રેડિંગ કરી રહ્યાં હોય અને પોલીસ તેનાથી અજાણ હોય તેવું શક્ય નથી. આ દૂષણને ડામવામાં પોલીસ કાચુંકાપી રહી છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વડનગર જેવા નાના વિસ્તારમાં 2000 છોકરાઓ ડબ્બા ટ્રેડિંગ કરતાં હોય અને પોલીસની નજરમાં આવે નહીં તેવું શક્ય બને નહીં. વડનગરના સીનિયર પત્રકાર અનુસાર, વડનગરના ડબ્બા ટ્રેડિંગ કરનારા આરોપીઓ મહિનામાં બેથી ત્રણ નવી ગાડીઓ પણ છોડાવી રહ્યાં છે.

ડબ્બા ટ્રેડિંગ સાથે કેવી રીતે જોડાયા સેધાજી અને અનિલ

પોલીસના સંકજામાં રહેલા પીન્ટુ ભાવસારે સૌ પ્રથમ વખત ડબ્બા ટ્રેડિંગ કરવા માટે 4000 લોકોને પોતાની સાથે જોડ્યા હતા. ત્યાર બાદ તે પોલીસના નજરમાં આવ્યો હોવાથી તેને પોતાનો ધંધો સંકેલી લીધો હતો. પરંતુ તેના સાથે કામ કરનારાઓ સેધાજી-અનિલ સહિતના લોકો ડબ્બા ટ્રેડિંગને જાણી ગયા હતા.

આ પણ વાંચો : જાગો વિસનગર પોલીસ જાગો..! ડબ્બા ટ્રેડિંગના માફિયા સેધાજી-અનિલને ક્યારે નાથશો?

પીન્ટુ ભાવસારે ધંધાને બીજી જગ્યાએ શિફ્ટ કર્યો તો સેધાજીએ પોતાનો સિક્કો જમાવવાનું શરૂ કર્યું. તેને અનિલના રૂપમાં એક વિશ્વાસુ સાથીદાર પણ મળી ગયો. પછી તો શું બાકી રહેવાનું હતું, એક વખત ફરીથી વિસનગર-વડનગર પોલીસની નાક નીચે ડબ્બા ટ્રેડિંગનું દૂષણ ધમધોકાર ચાલવા લાગ્યું. આ વિસ્તારના લોકલ પત્રકાર અને ત્યાંના બુદ્ધિજીવીઓ ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા તમામ આરોપીઓ પોલીસને ભરણ આપતા હોવાની વાત વાત કહે છે, તેની સાથે-સાથે તેઓ તેવું પણ સ્વીકારે છે કે આરોપીઓની લોકલ પોલીસ સાથેની મિલીભગત હોવાની વાતથી મહેસાણા એસપી અચલ ત્યાગી અજાણ હોવાનું પણ તેઓ કબૂલ કરે છે.

અપરાધીઓ પ્રતિષ્ઠિત અને મોભેદાર રાજકારણીઓનું નામ વટાવી રહ્યાં છે

ડૂબતો તણખલાનો સહારો લે તેવી રીતે ડબ્બા ટ્રેડિંગ કરનારા આરોપીઓ પોતાને સુરક્ષિત રાખવા માટે અવનવી અફવાઓ તેમના વિસ્તારમાં ફરતી કરે છે. રિપોર્ટિંગ દરમિયાન અનેક લોકોના મોઢે એવી વાત પણ સાંભળી કે જે ક્યારેય ગળે ઉતરે જ નહીં. વિસનગર અને તેના આસપાસના ગામડાઓના લોકોના ઇન્ટરવ્યું દરમિયાન તેમણે કહ્યું કે, આ આરોપીઓ રાજકીય પક્ષોને ચંદાના રૂપમાં લાખો રૂપિયા આપી રહ્યાં છે. તેથી પોલીસ પણ તેમના સામે એક્શન લેવાની જગ્યાએ તોડ-પાણી કરી રહી છે.

ડબ્બા ટ્રેડિંગ-humdekhengenews

આ પણ વાંચો : ગંભીર બાબત: ડબ્બા ટ્રેડિંગમાં એક ખાસ કોમ્યુનિટીના લોકો જોડાઇ રહ્યાં છે

તે ઉપરાંત લોકોની વાતો પરથી એવું લાગ્યું કે, આરોપીઓ પોતાની જાતને બચાવવા માટે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ સહિતના સત્તામાં બેસેલા અન્ય રાજકીય પ્રતિષ્ઠિત અને મોભેદાર રાજનેતાઓના નામનો દુરૂપયોગ કરી રહ્યાં છે. તે ઉપરાંત લાલાજી નામનો વ્યક્તિ પણ અપરાધીઓ બચાવવા માટે વચોટીયા તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે.

અપરાધીઓને છાવરવામાં સૌથી મોટી ભૂમિકા લાલાજીની

આ વ્યક્તિ તેમના સમાજની સેનાનો પ્રમુખ હોવાથી તેની વગનો ઉપયોગ કરીને અપરાધીઓને છાવરી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. સેધાજી-અનિલ-જેનાજી અને ગોપાલ સહિતના અપરાધીઓના એકદમ નજીક ગણાય છે. સોશિયલ મીડિયા પર તેમના અનેક વીડિયો તેનો પુરાવો છે. પુરાવા રૂપે અમે પણ તે વીડિયોને ડાઉનલોડ કરી રાખ્યા છે. જે અપરાધીઓ અને લાલાજી વચ્ચેના સંબંધને પુરવાર કરે છે. અપરાધીઓને છાવરવામાં સૌથી મોટી ભૂમિકા લાલાજીની હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગને ડામવા સેધાજીને જ નહીં અનિલને પણ પકડવો પડશે

તે ઉપરાંત આ વિસ્તારમાં જેટલા મોઢા તેટલી વાતો ફરી રહી છે. પરંતુ એકવાત ચોક્કસ છે કે, વિસનગર, ખેરાલુ, વડનગર, કંકૂપુરા, ગોઠવા, છાબલિયા, અંબાવાડા, ડભોડા, શેખપુરા, નાનીવાડા, મલેકપુરા, સુલીપુર, જંત્રાલ અને સુવરિયા સહિતના અનેક ગામડાઓમાં એટલા પ્રમાણમાં ડબ્બા ટ્રેડિંગે પગપેસારો કરી દીધો છે કે, તેને વખોડી ફેંકવો હવે તો પોલીસ માટે પણ સરળ રહેશે નહીં. કેમ કે અડધા ગામો તો તેવા છે જ્યાં ઘરદીઠ યુવકો ડબ્બા ટ્રેડિંગમાં જોડાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે.

મહેસાણા -humdekhengenews

અંબાવાડા ગામમાં  50 લોકોની ટીમ બેસાડી

આપણે આજે ખેરાલુ તાલુકામાં આવેલા અંબાવાડા ગામનું નામ પણ અહેવાલમાં ઉમેર્યું છે. કેમ કે આ ગામમાં સેધાજી-અનિલ તેમના સાથીદારો અજીતજી અને શૈલેષજીના તાંબા હેઠળ 50 લોકોની ટીમ બેસાડતા હોવાની માહિતી સામે આવી રહી છે. તો સુલીપુરનો રહેવાસી કનુજી પોતાના નેજા હેઠળ 100 લોકોની ટીમ બેસાડી હોવાની માહિતી સામે આવી રહી છે. હવે પોલીસ તેમના પર ક્યારે કાર્યવાહી કરે છે તે તો સમય જ બતાવશે.

આ પણ વાંચો : ખેરાલુ-વડનગર અને વિસનગરમાં ડબ્બા ટ્રેડિંગનો ફાટ્યો રાફડો; પોલીસની ભૂમિકા શંકાસ્પદ

ચોખ્ખી છબી અને નોનક્રિમિનલ રેકોર્ડ ધરાવતા નવા લોકોને સેધાજી અને અનિલ ડબ્બા ટ્રેડિંગમાં લાવી રહ્યાં છે. આમ તેઓ સાઇડલાઈન થઇને ડબ્બા ટ્રેડિંગનું સામ્રાજ્ય ચલાવવા માટે એક નવી પોલિસી તૈયાર કરી રહ્યાં છે.

વિસનગર-વડનગરના પીઆઈ ડબ્બા ટ્રેડિંગના દૂષણને ડામવામાં નિષ્ફળ

ઉલ્લેખનિય છે કે, વડનગર પીઆઈ નિલેશ ભાઈ ઘેટીયાએ અગાઉ ડબ્બા ટ્રેડિંગ કરનારા આરોપીઓને જેલ ભેગા કર્યા હતા. તો પછી હાલમાં તેઓ કેમ નિષ્ફળ જઈ રહ્યાં છે. તેની સાથે-સાથે વિસનગરના પીઆઈ નિનામા અને એન.એ દેસાઈ પણ પોતાના વિસ્તારમાં ચાલતા દૂષણને કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગયા છે. પોતાના વિસ્તારમાં ચાલતા દૂષણને ડામવાની જવાબદારી જે-તે પોલીસ સ્ટેશન અને તેના ઇન્ચાર્જ અધિકારીની હોય છે. તેનો જવાબ આપવા માટે તેઓ બંધાયેલા છે.

આપણે અત્યાર સુધીમાં ડબ્બા ટ્રેડિંગના દૂષણને ડામવા માટે વિસનગર-વડનગર અને ખેરાલુ પોલીસને સંબોધીને સ્ટોરી કરી ચૂક્યા છીએ. પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે. પોલીસના કાને જૂ પણ રેંગી નથી. હવે આ સત્ય અને જૂઠ વચ્ચેનો યુદ્ધ બની બેઠું છે. આ મુદ્દો નાનો નથી પરંતુ આને જાણી જોઈને નજઅંદાજ કરવામા આવી રહ્યો છે. પરંતુ એક વાત ગાંઠ બાંધીને રાખી લેવી કે, સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં.

મહેસાણા -humdekhengenews

પોલીસની કામગીરી પર યક્ષ પ્રશ્ન યથાવત

સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પોલીસ કોના પક્ષ તરફ ઢળેલી છે. સ્વભાવિક છે કે દુજણી ગાયને કોણ કસાઈ વાડે મોકલે. બસ પોલીસ તે કહેવત ને જ સાર્થક રહી હોય તેવું લાગી રહ્યું છે. દુષણોને ઉજાગર કરવાની જવાબદારી મીડિયા યોગ્ય રીતે ભજવી રહી છે પરંતુ પોલીસ હાથ પાછા ખેંચીને પોતાની જવાબદારીથી છટકવાની કોશિશ કરી રહી છે. પોલીસના આ વર્તન ઉપર જ શંકા ઉભી થાય તે સ્વભાવિક છે. તેવામાં પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે, શું પોલીસ તો આરોપીઓને પીઠબળ પૂરું પાડી તો રહી નહીં હોય ને?

આ પણ વાંચો :પીન્ટુ ભાવસારને તો પકડ્યો પરંતુ તેના રાઇટહેન્ડ સેધાજીને ક્યારે પકડવામાં આવશે ?

ખેરાલુના પીઆઈ જયેશ ભરવાડ લેશે એક્શન?

આમ તો આપણે પહેલા ડભોડાના એક આરોપીનું નામ લખ્યું હતું પરંતુ કોઈ પગલા ભરવામાં આવ્યા નહતા. પરંતુ આ વખતે જયેશ ભરવાડ ખેરાલુને અડીને આવેલા અંબાવાડમાં મોટા પાયે ચાલતા ડબ્બા ટ્રેડિંગના દૂષણ પર એક્શન લે છે કે નહીં તે જોવાનું રહ્યું. જણાવી દઇએ કે, ખેરાલુ પીઆઈની છબી પણ ક્લિન હોવાની માહિતી સામે આવી રહી છે. તેઓ પણ એસપી અચલ ત્યાગીની જેમ નોન કરપ્ટેડ અધિકારીઓની યાદીમાં આવે છે. પરંતુ કેટલીક બાબતો તેમની છબીને કલંકિત કરી રહી છે. જેમ કે વિસનગરમાં નોકરી કરતો કોન્સ્ટેબલ કિર્તિસિંહ ખેરાલુ પોલીસ સ્ટેશનનો વહીવટ કરી રહ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.

એક તરફ એસપી અચલ ત્યાગીએ અગાઉના એસપીના વહીવટદારને તેમની ઓફિસ બહાર ચોકીદાર બનાવીને વહીવટદારી પ્રથાનું અંત આણ્યું છે. તો બીજી તરફ તેમના જ તાલુકાઓમાં વહીવટદાર પ્રથાને પીઆઈ અને પીએસઆઈ જીવંત રાખી રહ્યાં છે. તો કિર્તિ સિંહ જેવા વહીવટદાર તો એક સ્ટેપ આગળ વધીને પોતાની ફરજની જગ્યા સિવાય અન્ય પોલીસ સ્ટેશનોનું પણ વહીવટ કરી રહ્યાં હોવાની માહિતી સામે આવી રહી છે.

ડબ્બા ટ્રેડિંગ-HDNEWS

એક વખત ફરીથી પોલીસને અપરાધીઓના નામ યાદ કરાવી લઈએ……..

સેધાજી- ગોઠવા-કંકૂપુરા
અનિલ- ગોઠવા-કંકૂપુરા
જેનાજી- ગોઠવા-કંકૂપુરા
અનિલ ઉર્ફે રોકી હેન્ડસમ- રંગપુર
પથુજી- સુવરિયા
ભાવેશ- વિસનગર
જેડી ઉર્ફે જયદિપ- કંસારા
કિશન- વિસનગર
શહેજાદ-નાનીવાડા
સાજિદે- નાનીવાડા (હાલ પાટણ)
ફેમિયર – ખેરાલુ (હાલ અમદાવાદ)
તોફિક- નાનીવાડા (હાલ અમદાવાદ)
ભગવાનજી- મલેકપુરા
મેહુલજી- મલેકપુરા
નરેશજી- મલેકપુરા
છેલાજી- જંત્રાલ
ભાવેશ- વિસનગર
કનુજી- સુલીપુર
અજીતજી – અંબાવાડા
શૈલેષજી- અંબાવાડા
ગોપાલ- વિસનગર
અરૂણ- રંગપુર

સેધાજી-અનિલ અને જેનાજીના એક યા બીજી રીતે ડબ્બા ટ્રેડિંગ કરતાં તમામ આરોપીઓ સાથે ક્નેક્શન હોવાનો અહેવાલ છે. જો તેમને પકડીને પોલીસ રિમાન્ડ પર લેવામાં આવે તો ડબ્બા ટ્રેડિંગને લઈને અનેક મસમોટા ખુલાસા થઈ શકે છે. હવે એસપી અચલ ત્યાગીને એક્શનમાં આવીને મહેસાણામાંથી ડબ્બા ટ્રેડિંગનું દૂષણ ખત્મ કરવું પડશે.

આ પણ વાંચો : સાહેબ સેધાજી-અનિલ ધારે તો આખું વિસનગર ખરીદી લે!

Back to top button