ગુજરાતટ્રેન્ડિંગ

પીએમ મોદી ગુજરાત પ્રવાસ; જાણો પીએમ મોદીનો આજનો કાર્યક્રમ

HD ન્યૂઝ ડેસ્ક, 16 સપ્ટેમ્બર, પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે છે. ત્યારે ગાંધીનગર અને અમદાવાદમાં આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ સાથે જ વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના આંગણે ગઈકાલે રવિવારે સાંજે પધારેલા પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આજે તેઓ ગુજરાતને 8000 કરોડ રૂપિયાની ભેટ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદીના 16 સપ્ટેમ્બરના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 9.45 કલાકે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. આ પછી 10.30 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદ્ઘાટન કરશે. આ સાથે ભારતની પ્રથમ વંદે મેટ્રોને ભુજથી અમદાવાદ સુધી ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ અમદાવાદમાં અન્ય અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

પીએમ મોદીના 4 મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ

કાર્યક્રમ 1
પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાનાં લાભાર્થીઓ સાથે સંવાદ, સવારે 09:45 કલાકે, ગાંધીનગર.

કાર્યક્રમ 2
ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદ્ઘાટન, સવારે 10:30 કલાકે, મહાત્મા મંદિર, ગાંધીનગર.
કાર્યક્રમ 3
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ગાંધીનગરના સેક્ટર 1 થી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી, બપોરે 01:45 કલાકે.
કાર્યક્રમ 4
₹8,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ, બપોરે 03:30 કલાકે, GMDC, અમદાવાદ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાત માટે આવવાના છે. 15થી લઇને 17 સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન મોદી ગુજરાતમાં જ રહેશે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે. ત્યારે પોતાના જન્મદિવસે સવારે 9 કલાકે વડાપ્રધાન મોદી ગુજરાતથી ઓડિશા જવા માટે રવાના થશે. આજે 4 વાગ્યા આસપાસ તેમનુ અમદાવાદ ઍરપોર્ટ પર આગમન થશે. પીએમ મોદીના જન્મદિવસની પૂર્વે ગાંધીનગર-અમદાવાદના રહિશોને મેટ્રો ટ્રેનની ભેટ મળી છે. થોડીવારમાં PM ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની મેટ્રો ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી આપશે, ગાંધીનગરથી અમદાવાદ હવે મેટ્રો દોડશે. ગાંધીનગરના મેયર અને ડે.મેયર પણ PM સાથે આજે આ મેટ્રોમાં મુસાફરી કરશે, ગાંધીનગરના 150 જેટલા લોકો PM સાથે મેટ્રો ટ્રેનની મુસાફરી કરશે,.

આ પણ વાંચો…શું ગઠબંધનની મોદી સરકાર 5 વર્ષ સુધી ચાલશે? જાણો આ પ્રશ્નનો ગડકરીએ શું જવાબ આપ્યો 

Back to top button