અમદાવાદમાં આજે PM મોદીનો મેગા શો, જાણો- રોડ શોનો રૂટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના દિવસે પીએમ મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાશે. એક તરફ રાજ્યની 89 બેઠકો પર મતદાનની પ્રક્રિયા ચાલુ હશે ત્યાં બીજી તરફ આજે બપોરે 3 વાગ્યે પીએમ મોદીનો ભવ્ય રોડ શો શરૂ થશે. 3 વાગ્યે આ રોડ શો નરોડાથી શરૂ થશે અને ચાંદખેડા સુધી ચાલશે. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે પીએમનો રોડ શો રૂટ નક્કી કરાયો છે. રોડ શો મારફતે પીએમ મોદી 16 બેઠક પર પ્રચાર કરશે.
દેશના યશસ્વી અને ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની કર્ણાવતી મહાનગર ખાતે પુષ્પાંજલિ યાત્રા
તારીખ: 1 ડિસેમ્બર, 2022, ગુરુવાર
સમય: બપોરે 3:00 કલાકથીલાઈવ નિહાળો:
• https://t.co/dSqhPRRLS3
• https://t.co/3xD28d1IH2
• https://t.co/gDXaSLPIrG pic.twitter.com/PMEpXmZNF9— BJP Gujarat (@BJP4Gujarat) November 30, 2022
PM મોદીના રોડ શોનો રૂટ
નરોડા ગામ બેઠક – નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી – સુહાના રેસ્ટોરન્ટ – શ્યામ શિખર ચાર રસ્તા રહેશે
શ્યામ શિખર ચાર રસ્તા-બાપુનગર ચાર રસ્તા – ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી – રાજેન્દ્ર ચાર રસ્તા – રબારી કોલોની – CTMથી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા રહેશે
હાટકેશ્વર ચાર રસ્તા – ખોખરા સર્કલ-અનુપમ બ્રિજ – પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ – ભુલાભાઈ ચાર રસ્તા – ડાબી બાજુ – શાહ આલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા – મંગલ વિકાસ ચાર રસ્તા – ખોડિયારનગર બહેરામપુરા – ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા – જીવરાજપાર્ક ચાર રસ્તા – શ્યામલ ચાર રસ્તા – શિવરંજની ચાર રસ્તા – હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા – પલ્લવ ચાર રસ્તા – પ્રભાત ચોક – અખબારનગર ચાર રસ્તા – વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ રહેશે
આર.ટી.ઓ સર્કલ – સાબરમતી પાવર હાઉસ-સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા પર રોડ-શો પુરો થશે.