નેશનલ

કર્ણાટકના પરિણામો પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Text To Speech

કર્ણાટક ચૂંટણી પરિણામ 2023 પર પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં પીએમ મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પર પહેલું નિવેદન આપતા કોંગ્રેસને કર્ણાટકમાં જીત બદલ શુભકામનાઓ આપી છે.

કર્ણાટકમાં કોંગ્રેસની જીત

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો છે. પાર્ટીએ 224 સભ્યોની વિધાનસભામાં પૂર્ણ બહુમતી મેળવી છે. જ્યારે ભાજપને કર્ણાટકમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે કર્ણાટકમાં હાર સ્વીકારી લીધી છે. ત્યારે કોંગ્રેસની જંગી લીડથી જીતની નજીક પહોંચતા પાર્ડીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે બહુમતીથી અગાળ વધતા જ જીતનો જશ્ન મનાવવાનો શરુ કરી દીધો હતો.

પીએમ મોદીએ કોંગ્રેસને આપી શુભકામના

પીએમ મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પર પહેલું નિવેદન આપ્યું છે . પીએમએ કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ પાર્ટીને અભિનંદન. લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે મારી શુભકામનાઓ.આ સાથે જ પીએમ મોદીએ વધુમાં ટ્વીટ કરીને કહ્યું કે કર્ણાટક ચૂંટણીમાં અમારું સમર્થન કરનારા તમામનો હું આભાર માનું છું. હું ભાજપના કાર્યકરોની મહેનતની કદર કરું છું. આગામી સમયમાં અમે કર્ણાટકની સેવા વધુ ઉત્સાહ સાથે કરીશું.

કોંગ્રેસ 113ના આંકડાની નજીક

મતગણતરીના વલણોમાં કોંગ્રેસની મજબૂત સ્થિતિને ધ્યાનમાં રાખીને, પક્ષના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે આ ભાજપ માટે એક સંદેશ છે કે કૃપા કરીને લોકોના રોજિંદા જીવનને લગતા મુદ્દાઓને વળગી રહો અને ભારતના ભાગલા પાડવાનો પ્રયાસ ન કરો. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ડીવી સદાનંદ ગૌડાએ કહ્યું કે અંતિમ પરિણામો પર ટિપ્પણી કરવી ખૂબ જ વહેલું છે, પરંતુ ચોક્કસપણે અમે 113નો આંકડો પાર કરીશું. તે જ સમયે, કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ કર્ણાટકમાં પ્રારંભિક વલણોમાં જાદુઈ આંકડાની નજીક તેમની પાર્ટીને થમ્બસઅપ કરી છે.

 આ પણ વાંચો : જીતનો જશ્ન ભારે પડ્યો ! કોંગ્રેસ નેતા ફટાકડા ફોડવામા એવા ડૂબ્યા કે માંડ માંડ બચ્યો જીવ

Back to top button