ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીનો આજે મધ્યપ્રદેશ, બંગાળ,બિહારમાં ચૂંટણી પ્રચાર: જબલપુરમાં કરશે રોડ શો

Text To Speech
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના નવાદા, બંગાળના જલપાઈગુડી અને મધ્ય પ્રદેશના જબલપુરમાં કરશે પ્રચાર 

નવી દિલ્હી, 7 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે ત્રણ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરશે. આ રાજ્યો બિહાર, બંગાળ અને મધ્યપ્રદેશ છે. PM મોદી આજે રવિવારે બિહારના નવાદા, બંગાળના જલપાઈગુડી અને મધ્ય પ્રદેશના જબલપુરમાં પ્રચાર કરશે. તેઓ નવાદા અને જલપાઈગુડીમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે અને જબલપુરમાં રોડ શો કરશે. સૌથી પહેલા પીએમ મોદી બિહારના નવાદા પહોંચશે જ્યાં તેઓ બપોરે 12 વાગ્યે રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ પીએમ મોદી બંગાળ પહોંચશે જ્યાં તેઓ બપોરે 3 વાગ્યે જલપાઈગુડીમાં જનસભાને સંબોધિત કરશે અને સાંજે વડાપ્રધાન મોદી જબલપુર પહોંચીને ત્યાં રોડ શો કરશે.

નવાદામાં વિવેક ઠાકુર માટે માંગશે વોટ 

સૌથી પહેલા વાત કરીએ તો બિહારના નવાદાની, જ્યાં વડાપ્રધાન મોદી ભાજપના ઉમેદવાર વિવેક ઠાકુર માટે વોટ માંગશે. નવાદામાં જાહેર સભામાં ભાજપના નેતાઓની સાથે NDAના સાથી પક્ષના સભ્યો પણ ભાગ લેશે. છેલ્લા એક સપ્તાહમાં બિહારમાં પીએમ મોદીની આ બીજી ચૂંટણી રેલી છે. અગાઉ 4 એપ્રિલે તેમણે જમુઈથી લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. નવાદામાં અગાઉ 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ગિરિરાજ સિંહની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી.

શું જલપાઈગુડીમાં ફરી મમતા પર કરશે પ્રહારો?

વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક જનસભાને સંબોધિત કરવાના છે. મળતી માહિતી મુજબ, બંગાળમાં તાજેતરના ઘટનાક્રમને લઈને તેઓ મમતા બેનર્જીની સરકારને નિશાન બનાવી શકે છે. આ પહેલા ગુરુવારે પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના કૂચ વિહારમાં એક રેલીને સંબોધિત કરી હતી અને મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું.

જબલપુરમાં 1 કિમી લાંબા રોડ શોનું આયોજન 

બંગાળમાં જલપાઈગુડી બાદ વડાપ્રધાન મોદી સાંજે મધ્યપ્રદેશના જબલપુર પહોંચશે. તેઓ ત્યાં સાંજે 6 વાગ્યે રોડ શો કરશે. લગભગ એક કિલોમીટર લાંબો આ રોડ શો શહીદ ભગતસિંહ ચારરસ્તાથી શરૂ થશે અને જબલપુરના ગોરખપુર વિસ્તારમાં આદિ શંકરાચાર્ય ચોક પર સમાપ્ત થશે. 16 માર્ચે આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મધ્યપ્રદેશની આ પ્રથમ મુલાકાત છે.

આ પણ જુઓ:ચૂંટણી રંગોળી: CM નીતીશ કુમાર આ વખતે નવી વ્યૂહરચના અપનાવીને કરશે ચૂંટણી પ્રચાર

Back to top button