PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી હોસ્પિટલમાં દાખલ, આ બિમારીને કારણે સારવાર હેઠળ
PM નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ કિડની સંબંધિત બિમારીની સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી હોસ્પિટલમાં દાખલ
મળતી માહીતી મુજબ PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને કિડની સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 ભાઈ-બહેન છે. તેમા પ્રહલાદ મોદી ચોથા નંબરના સંતાન છે. તેઓ હાલ અમદાવાદમાં કરિયાણાની દુકાન અને ટાયર શો રુમનો ધંધો કરે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 27 ડિસેમ્બરે PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની મર્સિડિઝ કારનો કર્ણાટકમાં અકસ્માત થઈ ગયો હતો. જેમાં તેમને અને તેમના પરિવારને સામાન્ય ઈજા પહોંચી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક બહેન અને 4 ભાઈ
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક બહેન અને 4 ભાઈ છે. સોમા મોદી, અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી અને બહેન વાસંતી મોદી. જેમાં સોમા મોદી આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયેલા પીએમના મોટા ભાઈ છે. અને તેઓ હાલ અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે. તેમજ PM મોદીના બીજા મોટા ભાઈનું નામ અમૃત મોદી છે તેઓ એક ખાનગી કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતા હતા પરંતુ હાલ નોકરીમાંથી નિવૃતિ લઈ અમદાવાદમાં જીવન વિતાવી રહ્યા છે. નરેન્દ્ર મોદીના બીજા ભાઈનું નામ પ્રહલાદ મોદી છે. તેઓ PM મોદી કરતા 2 વર્ષ નાના છે. તેઓ અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવે છે તેમજ તેમની પાસે ટાયરનો શોરૂમ પણ છે. એક ઈન્ટરવ્યુમાં તેઓએ જણાવ્યું હતુ કે તે પીએમ મોદી સાથે બહુ ઓછા મળતા હતા. તેમજ નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈ પંકજભાઈ મોદી હાલ ગાંધીનગરમાં રહે છે. તેઓ માતા હીરાબેન સાથે રહતા હતા. PM મોદીની એક જ બહેન છે વસંતીબેન તે ગૃહિણી છે.
આ પણ વાંચો : કેમ ફૂટબોલના મેદાન પર થયો રમકડાંનો ઢગલો ? જાણો મેચની વચ્ચે દર્શકોએ કેમ કર્યું આવું