ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભા ચૂંટણી પહેલા PM મોદીનો મોટો દાવ: 29 રુપિયે કિલોના ભાવે મળશે ચોખા

  • ચોખાના વધતા જતા ભાવો વચ્ચે કેન્દ્ર સરકારની મોટી રાહત

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: લોકસભા ચૂંટણી પહેલા પી.એમ મોદીએ ફરી એકવાર મોટો દાવ ખેલ્યો છે. વર્ષમાં રીટેઈલ ચોખાના ભાવમાં લગભગ 15 ટકા જેટલો વધારો નોંધાયો હતો. જે દરમિયાન ભારત દાળ અને ભારત લોટ પછી હવે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. હવે આજથી ચોખા વેચાણની પણ જાહેરાત કરવામાં આવી છે. ચોખાના રીટેઈલ ભાવમાં નોંધપાત્ર વધારા વચ્ચે હવે કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશના નાગરિકોને મોટી રાહત મળવા જઈ રહી છે. સરકાર આજથી ભારત ચોખાને બજારમાં ઉતારવા જઈ રહી છે. સબસિડી વાળા આ ચોખા 5 કિલો અને 10 કિલોગ્રામના પેકિંગમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે અંદાજે 29 રૂપિયે પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાણ કરવામાં આવશે.

પીયૂષ ગોયલ કરશે જાહેરાત

વર્ષ દરમિયાન ચોખાના વધેલા ભાવો વચ્ચે કેન્દ્ર સરકારની આ રાહતભરી જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય ખોરાક મંત્રી પીયૂષ ગોયલ આજે 6 ફેબ્રુઆરી 2024 ના રોજ દિલ્લીના કર્તવ્ય પથ પર આ જાહેરાત કરવાના છે.

5 અને 10 કિલોના પેકિંગમાં મળશે ચોખા

ભારત ચોખાના વેચાણના પ્રથમ ચરણમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ને બે સહકારી સમિતિઓ, નેશનલ એગ્રીકલ્ચરલ કો.ઓપરેટિવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED)અને નેશનલ કો.ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF)ની સાથે રીટેઈલ સાંકળ કેન્દ્રીય ભંડારને 5 લાખ ટન ચોખા વેચાણ માટે આપવામાં આવશે. આ જથ્થો 5 અને 10 કિલોના પેકિંગમાં વેચાણ કરવામાં આવશે. જેની કિંમત 29 રૂપિયે કિલો નક્કી કરવામાં આવી છે.

ભારત લોટ અને ભારત દાળ જેવો મળશે પ્રતિસાદ

રિપોર્ટ મુજબ મુક્ત બજાર વેચાણ યોજના દ્વારા એક જ ભાવ સાથે લોકોને ચોખાના વેચાણ દરમિયાન મળેલી ફીકી પ્રતિક્રિયા બાદ સરકારે FCIદ્વારા મળેલા ચોખા રિટેઈલ ભાવે વેચાણ કરવા માટે પગલું ભર્યું છે. ત્યારે આશા છે કે હવે ભારત લોટ અને ભારત દાળની જેમ તેને પણ સારો પ્રતિસાદ મળશે.

લોકસભા ચૂંટણી પહેલા સરકારનું પગલું

મહત્વનું છે કે ભારત લોટ NAFED અને NCCFના માધ્યમથી 27.50 રુપિયે કિલોના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ભારત દાળ 60 રુપિયે પ્રતિ કિલોના ભાવે વેચાણ કરાઈ રહી છે. આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે પહેલા સરકાર દ્વારા તેનાથી પણ સસ્તા ભાવે ચોખા વેચવાની આ યોજના અમલમાં મૂકી લોકોને ચોખાના વધતા ભાવો વચ્ચે રાહત આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ જુઓ: લોકસભા ચૂંટણી-2024: ચૂંટણી પંચે પ્રચારમાં બાળકોના ઉપયોગ પર મૂક્યો પ્રતિબંધ

Back to top button