ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

9 નવેમ્બરે 9 મુદ્દા રજૂ કરીને તેનું પાલન કરવા ઉત્તરાખંડવાસીઓ તથા પ્રવાસીઓને PMની અપીલ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવભૂમિ ઉત્તરાખંડના લોકોને સિલ્વર જ્યુબિલી નિમિત્તે અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી, 09 નવેમ્બર:  ઉત્તરાખંડ રાજ્યના રજત જયંતિ વર્ષ નિમિત્તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવભૂમિ ઉત્તરાખંડના લોકોને અભિનંદન પાઠવ્યા છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મેસેજ આપતાં તેમણે કહ્યું કે, આ દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે. રાજ્યની જનતાને અને દેવભૂમિ પર જનારા પ્રવાસીઓને તેમણે 9મી નવેમ્બરે 9 વિનંતીઓ પણ કરી હતી.

 

PMએ કરી 9 વિનંતીઓ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આજે 9 નવેમ્બર છે. 9 નંબર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે હું તમને અને ઉત્તરાખંડ આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને 9 વિનંતીઓ કરવા માંગુ છું. 5 વિનંતીઓ ઉત્તરાખંડ રાજ્યના લોકો તરફથી છે અને 4 વિનંતીઓ અહીં આવતા પ્રવાસીઓ અને ભક્તોની છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઉત્તરાખંડમાં વિકાસનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે. આજે હું નવ વિનંતીઓ કરી રહ્યો છું જેમાં પાંચ વિનંતીઓ ઉત્તરાખંડના લોકોની છે અને ચાર વિનંતી પ્રવાસીઓની છે. જે સપના સાથે ઉત્તરાખંડનું નિર્માણ થયું હતું તે સાકાર થઈ રહ્યું છે. થોડા વર્ષો પહેલા બાબા કેદારના દર્શન કર્યા પછી મેં તેમના પગ પાસે બેસીને કહ્યું હતું કે આ દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે.

PM મોદીએ આગળ કહ્યું કે, ‘ઉત્તરાખંડનું સિલ્વર જ્યુબિલી વર્ષ આજથી જ શરૂ થઈ રહ્યું છે. એટલે કે આપણું ઉત્તરાખંડ 25મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. આપણે હવે ઉત્તરાખંડના ઉજ્જવળ ભવિષ્ય માટે આગામી 25 વર્ષની યાત્રા શરૂ કરવાની છે. મને ખુશી છે કે, તમે ઉત્તરાખંડના લોકો આગામી 25 વર્ષ માટે સંકલ્પો સાથે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છો.

  1. PMએ પહેલા અનુરોધ કર્યો કે, ઉત્તરાખંડના લોકોએ તેમની આવનારી પેઢીઓને તેમની બોલીઓ જેમ કે ગઢવાલી, કુમાઉની, જૌનસારી શીખવવી જોઈએ. આ બોલીઓ ઉત્તરાખંડની ઓળખને મજબૂત કરવા માટે પણ મહત્ત્વપૂર્ણ છે.
  2. આખો દેશ જાણે છે કે ઉત્તરાખંડના લોકો પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમી છે. દરેક સ્ત્રી માં નંદાનું સ્વરૂપ છે. તમારી માંના નામે એક વૃક્ષ વાવો. આપણે સૌએ ‘એક વૃક્ષ માંના નામે ‘ આંદોલનને આગળ વધારવી પડશે. આ અભિયાન દેશભરમાં તેજ ગતિએ ચાલી રહ્યું છે. ઉત્તરાખંડ આ દિશામાં જેટલી ઝડપથી કામ કરશે, તેટલું જ આપણે ક્લાઈમેટ ચેન્જના પડકાર સામે લડી શકીશું.
  3. નદી નાળાઓનું સંરક્ષણ કરો.
  4. તમારા મૂળ સાથે જોડાયેલા રહો. તમારા ગામની નિયમિત મુલાકાત લો અને નિવૃત્તિ પછી પણ.
  5. તમારા ગામના જૂના મકાનો જેને તમે ટીબરીવાળા ઘરો કહો છો. તેમને ભૂલશો નહીં. ત્યાં હોમ સ્ટે બનાવો જેનાથી તમારી આવક અને રોજગારમાં વધારો થશે. દેશના ખૂણે-ખૂણેથી અને વિદેશમાંથી પણ પ્રવાસીઓ ઉત્તરાખંડ આવે છે. હું આજે તમામ પ્રવાસીઓને પણ 4 વિનંતીઓ કરીશ.
  6.  જ્યારે પણ તમે હિમાલયની ગોદમાં પર્વતોની મુલાકાત લેવા જાઓ ત્યારે સ્વચ્છતાને સર્વોપરી રાખો.
  7. ત્યાં પણ લોકલ ફોર વોકલનો મંત્ર યાદ રાખો. તમારા પ્રવાસ ખર્ચના ઓછામાં ઓછા 5% સ્થાનિક લોકો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો ખરીદવા પર ખર્ચ કરો.
  8. મારી ત્રીજી વિનંતી છે કે, તમે જ્યારે પણ પહાડો પર જાઓ ત્યારે તમારે ત્યાંના ટ્રાફિક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ.
  9.  મારી ચોથી વિનંતી છે કે, તમે યાત્રા કરતા પહેલા ધાર્મિક સ્થળોના રીત-રિવાજો અને નિયમો વિશે ચોક્કસથી જાણી લો.

રાજ્યમાં વિકાસ થઈ રહ્યો છે: PM

પીએમ મોદી વધુમાં કહ્યું કે, આ કાર્યક્રમો દ્વારા ઉત્તરાખંડનું ગૌરવ ફેલાશે અને વિકસિત ઉત્તરાખંડનું લક્ષ્ય પણ રાજ્યના દરેક નાગરિક સુધી પહોંચશે. આ યાત્રા એવા સમયે થશે જ્યારે દેશ પણ 25 વર્ષના અમૃતકાળમાં છે. એટલે કે વિકસિત ભારત માટે વિકસિત ઉત્તરાખંડનો સંકલ્પ દેશ આ સમયગાળામાં પૂરો થતો જોશે. દેવભૂમિ ઉત્તરાખંડે હંમેશા આપણા બધાને ભાજપને ઘણો પ્રેમ અને સ્નેહ આપ્યો છે.

રાજ્યના વિકાસમાં લોકોએ મોટી ભૂમિકા ભજવી: PM

પીએમ મોદી આગળ કહ્યું કે, ભાજપ પણ દેવભૂમિની સેવાની ભાવના સાથે ઉત્તરાખંડના વિકાસ માટે કોઈ કસર છોડી રહી નથી. માત્ર 2 દિવસ પહેલા જ પ્રવાસી ઉત્તરાખંડ કોન્ફરન્સનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મને વિશ્વાસ છે કે ઉત્તરાખંડના આપણા સ્થળાંતરિત રહેવાસીઓ રાજ્યની વિકાસ યાત્રામાં મોટી ભૂમિકા ભજવતા રહેશે. વર્ષોથી ઉત્તરાખંડે મારી માન્યતા સાચી સાબિત કરી છે.

વડાપ્રધાને કહ્યું કે, ઉત્તરાખંડના લોકોએ તેમની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે એક અલગ રાજ્ય માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. આ પ્રયાસો પૂરા થયા જ્યારે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેઇના નેતૃત્વમાં ભાજપ-NDAની સરકાર બની. અમારી સરકાર વિકાસની સાથે વારસાને બચાવવામાં વ્યસ્ત છે. કેદારનાથ ધામનું ભવ્ય અને દિવ્ય પુનઃનિર્માણ દેવભૂમિની સંસ્કૃતિ મુજબ કરવામાં આવી રહ્યું છે. બદ્રીનાથ ધામમાં વિકાસ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. માનસખંડ મંદિર માલા મિશન હેઠળ પ્રથમ તબક્કામાં 16 પૌરાણિક મંદિર વિસ્તારોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ જૂઓ: CJI ચંદ્રચુડના વિદાય સમારંભમાં ભાવુક થયા જસ્ટિસ સંજીવ ખન્ના, કહ્યું- SCમાં રહેશે ખાલીપો

Back to top button