ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીની સલાહ પર લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી હસવા લાગ્યા, વિપક્ષના નેતાનું ભાષણ પણ વાયરલ

Text To Speech

બિહાર વિધાનસભા શતાબ્દી સમાપન સમારોહ કાર્યક્રમ દરમિયાન વિપક્ષના નેતા તેજસ્વી યાદવ જે રીતે ભાષણ વાંચી રહ્યા હતા તે ભાષણ ન તો માત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે, પરંતુ તેની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. પોતાના ભાષણ દરમિયાન તેજસ્વી વારંવાર અટકી ગયા હતા. ઉપરાંત, જ્યારે કાર્યક્રમ સમાપ્ત થયો અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત મંચ પર હાજર નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપવા તેમની સાથે જઈ રહ્યા હતા, તે દરમિયાન PM મોદીએ તેજસ્વી યાદવને કંઈક એવું કહ્યું જેની તેઓએ કલ્પના પણ નહીં કરી હોય.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પોતાને સ્વસ્થ રાખવા યોગ કરે છે અને દેશને ફિટ રહેવાની સલાહ પણ આપે છે, તેમને તેજસ્વી યાદવને પોતાનું વજન ઘટાડવાની સલાહ આપી.

PM Modi, Nitish Kumar and Tejeshwi Yadav
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ્વી યાદવને વજન ઘટાડવાની સલાહ આપી તો તેઓ આ સાંભળીને હસવા લાગ્યા

PMએ કહ્યું થોડું વજન ઘટાડો
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ્વી યાદવને વજન ઘટાડવાની સલાહ આપી તો તેઓ આ સાંભળીને હસવા લાગ્યા અને તેમની સાથે ચાલતા રહ્યા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ્વી યાદવ પાસેથી તેમના પિતા અને આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના સ્વાસ્થ્ય વિશે પણ માહિતી લીધી હતી.

લખેલું ભાષણ વાંચી રહ્યાં હતા તેજસ્વી યાદવ
આ પહેલા જ્યારે પૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવ વિધાનસભાના સમાપન સમારોહમાં પોતાનું સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમનામાં વિશ્વાસનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પહેલા તેઓ લખેલું ભાષણ વાંચતા હતા અને ક્યારેક તેમના ભાષણ દરમિયાન તેઓ અનેક પ્રસંગોએ અટકી જતા જોવા મળ્યા હતા.

કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર સિન્હાનું ભાષણ પ્રથમ હતું, ત્યારબાદ તેજસ્વી યાદવ પોતાનું સંબોધન કરવા માટે આવ્યા હતા. પોતાના ટૂંકા ભાષણ દરમિયાન તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની માંગ પણ કરી હતી.

લખેલું ભાષણ વાંચી રહ્યાં હતા તેજસ્વી
બિહાર વિધાનસભાના સમાપન સમારોહ દરમિયાન વિપક્ષના નેતા તેજસ્વી યાદવ તેમના સંબોધન દરમિયાન લયમાં જોવા ન મળ્યા. સામાન્ય રીતે તેજસ્વી લખેલું ભાષણ વાંચતા નથી, પરંતુ વિધાનસભા શતાબ્દીના સમાપન સમારોહમાં, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા ત્યાં તેમને લખેલું ભાષણ વાંચ્યું.

જનતા દળ યુનાઇટેડ (JDU) ના પ્રવક્તા અભિષેક ઝાએ કહ્યું છે કે જ્યારે તેજસ્વી યાદવ દયાના આધારે રાજકારણ કરશે, ત્યારે વિશ્વાસનો અભાવ તો જોવા મળશે જ. વાંચીને ભાષણ કરવું તે બતાવે છે કે તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ છે. આવું પરિવારવાદ અને વંશવાદ કરતી પાર્ટીઓમાં વારંવાર જોવા મળે છે.

Back to top button