પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ 2022થી અત્યાર સુધીમાં આટલા કરોડનો ખર્ચ!


નવી દિલ્હી, 20 માર્ચ, 2025: મે 2022થી ડિસેમ્બર 2024 સુધી પીએમ નરેન્દ્ર મોદીના 38 વિદેશ પ્રવાસ પાછળ રૂ. 258 કરોડ ખર્ચ થયો છે. સરકાર તરફથી જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર પીએમ મોદીનો પ્રવાસ જૂન 2023માં અમેરિકાની સૌથી મોંઘી યાત્રા હતી જેમાં રૂ.22.89 કરોડનો ખર્ચ થયો હતો. તે સિવાય સપ્ટેમ્બર 2024માં અમેરિકા ટૂર પર પણ રૂ. 15.33 કરોડનો ખર્ચ થયો હતો.
આ માહિતી વિદેશ રાજ્ય મંત્રી પવિત્રા માર્ગારેટે એક લેકિત જવાબમાં આપી હતી. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમની વિદેશ મુલાકાતો પર ભારતીય દૂતાવાસ દ્વારા કુલ ખર્ચ અને યાત્રા દીઠ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તેની માહિતી માંગી હતી.
3 વર્ષમાં પીએમએ38 દેશોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતોમાં અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ, રશિયા, ઇટાલી, પોલેન્ડ, બ્રાજીલ, ગ્રીસ, ઓસ્ટ્રેલિયા, મિસ્ત્ર અને દક્ષિણ આફ્રિકા જેવા મુખ્ય દેશ સામેલ છે. આ ઉપરાંત સરકારે 2014 પહેલા તત્કાલીન પીએમ મનમોહન સિંહે પ્રવાસ પાછળ કરેલા ખર્ચના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.
ખર્ચાઓ પર સવાલ ઉઠાવતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેએ સરકાર દ્વારા આ પ્રવાસમાં એમ્બેસી દ્વારા કરાયેલા ખર્ચ, હોટલ, ટ્રાંસપોર્ટ અને અન્ય વ્યવસ્થાઓ પર જાણકારી માંગી હતી. સરકારનું કહેવુ છે કે આ યાત્રાઓ ભારતની કૂટનીતિ અને આંરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત કરવા માટે જરૂરી છે.
નોંધનીય છે કે પીએમ મોદીએ 2022માં ડેનમાર્ક, ફ્રાંસ, યુએઇ, ઉઝબેકિસ્તાન અને ઇન્ડોનેશિયાની મુલાકાત કરી હતી. જ્યારે 2023માં ઓસ્ટ્રેલિયા, ઇજીપ્ત, દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની પણ મુલાકાત કરી હતી. 2024મા પીએમ દ્વારા મુલાકાત લેવાયેલા દેશોમાં પોલેન્ડ, યુક્રેન, રશિયા, ઇટાલી, બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચોઃ અમેરિકન પોડકાસ્ટર સાથે વાતચીતમાં શું બોલ્યા પીએમ મોદી? RSS – પાકિસ્તાનને લઈ કહી આ વાત
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD