30 ઓક્ટોબરથી PM મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો શું હશે કાર્યક્રમ
ગઢમાં ગાબડું ન પડે તે આશયથી ગુજરાત ચૂંટણીના પ્રચાર-પ્રસારની કમાન ખુદ વડાપ્રધાન મોદીએ પોતાના હાથમાં લઈ લીધી છે. તેથી જ તેઓ વિવિધ કાર્યક્રમનું આયોજન કરીને ચૂંટણીના પ્રચારઅર્થે એક બાદ એક ગુજરાતના વિવિધ ઝોન, વિવિધ જિલ્લા અને વિવિધ વિસ્તારોમાં પ્રવાસનું આયોજન કરી રહ્યાં છે. જેમાં 30 ઓક્ટોબરથી PM મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. જેમાં PM મોદી વડોદરા, કેવડિયા, થરાદની મુલાકાત લેશે. તેમજ માનગઢ અને જાંબુધોડાની પણ PM મુલાકાત લેશે. તથા મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ સંબોધન કરશે. અને ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમને PM સંબોધશે. તથા સ્નેહ મિલન કાર્યક્રમ બાદ રાત્રે PM દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, કોંગ્રેસ પર આ કારણે AAP પડશે ભારે
વડોદરાના કાર્યક્રમ બાદ PM કેવડિયા જશે
વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે બપોરે ગુજરાત આવશે. જેમાં બપોરે સીધા જ વડોદરા પહોંચશે. તેમજ વડોદરામાં રોડ-શો કર્યા બાદ લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચશે. જ્યા ખાનગી ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સંવાદ કરશે. તથા વડોદરાના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી કેવડિયા રવાના થશે. તથા કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે. અને 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને નમન કરશે. તેમજ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. તથા કેવડિયાથી પીએમ વડોદરા એરપોર્ટ પહોંચશે. અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તથા અમદાવાદથી થરાદ જવા રવાના થશે.
આ પણ વાંચો: સુરતમાં માજી આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનું પત્તુ કપાશે, જાણો શું છે કારણ
જાંબુઘોડાથી પીએમ મોદી ગાંધીનગર પરત ફરશે
થરાદમાં પીએમ મોદી કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધન કરશે. થરાદના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી અમદાવાદ પરત ફરશે. અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. તથા 1 નવેમ્બરે સવારે સચિવાલયથી માનગઢ જવા રવાના થશે. તેમજ માનગઢમાં પ્રધાનમંત્રી શહિદ આદિવાસીઓને શ્રધ્ધાંજલી આપશે. અને માનગઢથી પીએમ મોદી બપોરે જાંબુઘોડા પહોંચશે. તથા જંગી જનસભાને પીએમ મોદી સંબોધન કરશે. અને જાંબુઘોડાથી પીએમ મોદી ગાંધીનગર પરત ફરશે. તથા ગાંધીનગર મહાત્મા મંદિરમાં સાંજે હાજરી આપશે. અને મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ સંબોધન કરશે. તમામ 182 વિધાનસભા બેઠકો પર ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમને પણ પીએમ સંબોધશે. તથા સ્નેહ મિલન કાર્યક્રમ બાદ રાત્રે પીએમ મોદી દિલ્હી જવા રવાના થશે.