કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જામનગરમાં વનતારાની મુલાકાત દરમ્યાન સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા પીએમ મોદી, જુઓ વીડિયો

Text To Speech

જામનગર, 04 માર્ચ 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જામનગરમાં આવેલા વનતારા વન્યજીવ બચાવ કેન્દ્રની મુલાકાત લીધી હતી. હવે પીએમ મોદીની આ મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં અનંત અંબાણી ખુદ તેમને વનતારાની વિઝિટ કરાવી રહ્યા છે.

પીએમ મોદીએ વનતારામાં અલગ અલગ સુવિધાઓની મુલાકાત કરી લીધી અને વન્યજીવ હોસ્પિટલમાં પણ ગયા હતા. તેમણે પશુ ચિકિત્સા સુવિધાઓ પણ જોઈ હતી. અહીં ઉલ્લેખનિય છે કે, જાનવરો માટે એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયૂ અને બીજી કેટલીય સુવિધા અહીં આવેલી છે. વનતારામાં જાનવરો માટે વન્યજીવ એનેસ્થીસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એંડોસ્કોપી, દંત ચિકિત્સા, આંતરિક ચિકિત્સા સહિત કેટલાય વિભાગો આવેલા છે.

પોતાની વિઝિટમાં પીએમ મોદીએ એશિયન સિંહના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા, ક્લાઉડેડ દીપડાના બચ્ચા સહિત કેટલાય જાનવરોને વ્હાલ કર્યો હતો. અહીં ખાસ વાત એ છે કે, આ તમામ દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિના જાનવર છે.

વનતારામાં 2 હજારથી વધારે પ્રજાતિઓ અને 1.5 લાખથી વધારે રેસ્ક્યૂ કરાયેલા વિલુપ્ત થઈ રહેલા સંકટગ્રસ્ત જાનવરો રહે છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર:કેબિનેટ મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું,હત્યાકાંડના આરોપીઓ સાથે જોડાયેલું છે નામ

Back to top button