ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીએ ઉત્તરાખંડમાં પાર્વતી કુંડની કરી પૂજા, રાજ્યને શું આપશે નવું?

Text To Speech
  • PM મોદીએ પાર્વતી કુંડની પૂજા કરી આદિ કૈલાશની લીધી મુલાકાત
  • વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને 4200 કરોડ રૂપિયાની આપશે ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે(12 ઓક્ટોબરે) ઉત્તરાખંડના પ્રવાસે છે. તેમના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, PM મોદી સવારે પિથોરાગઢ પહોંચ્યા હતા. જ્યાં PM મોદીએ  પિથોરાગઢ જિલ્લાના જોલિંગકોંગ પહોંચી અને પાર્વતી કુંડની પૂજા-અર્ચના કરી હતી અને ત્યારબાદ તેમણે કૈલાશ વ્યુ પોઈન્ટથી આદિ કૈલાસના દર્શન પણ કર્યા હતા. પીએમ મોદી ગુરુવારે ઉત્તરાખંડમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને રાજ્યને 4200 કરોડ રૂપિયાની ભેટ આપશે. આ સિવાય પીએમ મોદી જનસભાને પણ સંબોધિત કરશે.

 

 

પીએમ મોદીએ પિથોરાગઢમાં કરી હતી પ્રાર્થના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પિથોરાગઢના પાર્વતી કુંડમાં પૂજા કરી હતી. હવેથી થોડા સમય પછી, વડાપ્રધાન પિથોરાગઢ જિલ્લાના ગુંજી ગામમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ સ્થાનિક લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને સ્થાનિક કલા અને ઉત્પાદનો પર આધારિત પ્રદર્શન પણ નિહાળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્મી, ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) અને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) ના કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી.

 

 

 

પીએમ મોદી અલ્મોડા જિલ્લાની પણ મુલાકાત લેશે

વડાપ્રધાન બપોરે લગભગ 12 વાગ્યે અલ્મોડા જિલ્લાના જાગેશ્વર ખાતે પહોંચશે, જ્યાં તેઓ જાગેશ્વર ધામમાં પૂજા અને દર્શન કરશે. લગભગ 6200 ફૂટની ઉંચાઈ પર આવેલા જાગેશ્વર ધામમાં લગભગ 224 પથ્થરના મંદિરો છે.

 

4200 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બપોરે 2.30 વાગ્યે ફરી પિથોરાગઢ પહોંચશે. જ્યાં તેઓ ગ્રામીણ વિકાસ, રસ્તા, વીજળી, સિંચાઈ, પીવાનું પાણી, બાગાયત, શિક્ષણ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રો સાથે સંબંધિત લગભગ રૂ. 4200 કરોડના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

 

આ પણ જુઓ :આમ આદમી પાર્ટીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ખોદી નાખવાની આપી ધમકી

Back to top button