ગુજરાતટોપ ન્યૂઝ

PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, ઓસ્ટ્રેલિયન પીએમ સાથે નિહાળશે ટેસ્ટ મેચ

Text To Speech

અમદાવાદમાં બોર્ડર- ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ચોથી ટેસ્ટ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9મી માર્ચે રમાવાની છે ત્યારે આ મેચ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8-9 માર્ચે ગુજરાત પ્રવાસે આવશે અને ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે.

આ પણ વાંચો : PM દ્વારા બિન-ભાજપ શાસિત રાજ્યોની સરકાર પાડી દેવા ED-CBI અને LG નો દુરુપયોગ : કેજરીવાલ

9 માર્ચે સવારે 8 કલાકે પીએમ મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ટેસ્ટ મેચ નિહાળશે. ટોસ દરમિયાન બંને દેશના પ્રધાનમંત્રી સ્ટેડિયમમાં સાથે જોવા મળશે. ત્યારબાદ પીએમ મોદી 10 વાગ્યે ગાંધીનગર જવા રવાના થશે જ્યાં બપોરે 2 વાગ્યા સુધી રાજભવનમાં રોકાશે અને 2 વાગ્યા બાદ દિલ્લી જવા રવાના થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેચ દરમિયાન બંને પ્રધાનમંત્રી કોમેન્ટરી કરે તેવી પણ શક્યતાઓ છે.

ઓસ્ટ્રેલિયામાં પીએમ આલ્બાનેસેએ જણાવ્યું હતું કે, મને ભારતના વડાપ્રધાનના હોમ સ્ટેટમાં યોજાનાર ક્રિકેટ મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપારની તકો માટે અમારુ ડેલિગેશન ભારત જઈ રહ્યું છે. ક્રિકેટ લોકો અને તેમની પરંપરાઓને એક સાથે લાવે છે. તેમજ તે વૈશ્વિક સંબંધો કેળવવા માટે પણ મદદરૂપ થાય છે. જેથી હું આ મેચ અને ભારતની મુલાકાત માટે તત્પર છું. માર્ચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટ મેચ રમવા માટે ભારત આવ્યું છે. જેમાથી ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9થી 13 માર્ચ સુધી રમાશે.

Back to top button