ગુજરાતટોપ ન્યૂઝ

PM મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, સુરત અને ભાવનગરમાં વિકાસકાર્યોની આપશે ભેટ, એક ક્લિકમાં જાણો સંપુર્ણ કાર્યક્રમ

Text To Speech

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદી સુરત અને ભાવનગરમાં કરોડોના વિકાસકાર્યોની ભેટ કરશે. તો સાથે સાથે અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે. પીએમ મોદીના કાર્યક્રમોની શરૂઆત સુરતથી થશે. એમ મોદી આજે સવારે 11 કલાકે સુરતમાં 3 હજાર 400 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ત્યારબાદ PM બપોરે 2 વાગ્યે ભાવનગર પહોંચશે. ભાવનગરમાં પણ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટનનું આયોજન કરાયું છે. જયારે સાંજે 7 વાગ્યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. તો રાત્રે 9 વાગ્યા GMDC ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે.

PM MODI
PM MODI

 

PM મોદીનો સંપુર્ણ કાર્યક્રમ

 29 સપ્ટેમ્બરનો કાર્યક્રમ

-11.15 કલાકે પ્રધાનમંત્રી મોદીનું સુરત ખાતે આગમન થશે

સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે

-1:00 વાગ્યા બાદ ભાવનગર જવાના રવાના થશે

ભાવનગરમાં રોડ શો અને સભાનું આયોજન

બપોરે 2 થી 3 વાગ્યા સુધી પ્રધાનમંત્રી મોદી રોકાશે

સાંજે 4 વાગે અમદાવાદમા પ્રધાનમંત્રી મોદીનું આગમન થશે

અમદાવાદ પહોંચી સીધા રાજભવન જશે

સાંજે 7 વાગ્યે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે

રાત્રે 9 વાગ્યે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં આપશે હાજરી

પીએમ મોદી રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે

 

30 સપ્ટેમ્બરનો કાર્યક્રમ

સવારે 10.15 કલાકે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે પીએમ

સવારે 11.30 કલાકે કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી

કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે

બપોરે 12:30 વાગ્યે અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે પીએમ

અમદાવાદ થી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

બપોરે ૩.૩૦ કલાકે દાંતા જવા રવાના થશે પીએમ

દાતા સાંજે 4.45 વાગ્યે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

પીએમ અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે

અંબાજી મંદિરે દર્શન કરી સાંજે 7 વાગે ગબ્બર ખાતે દર્શન કરશે પીએમ મોદી

રાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે

રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે

જયારે 30મી સપ્ટેમ્બરે સવારે 10:30 કલાકે PM મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી PM નરેન્દ્ર મોદી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચશે. કાલુપુર રેલવે સ્ટેશનથી 11:30 કલાકે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને PM મોદી લીલી ઝંડી આપશે. સાથે જ કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી પીએમ મોદી મેટ્રોમાં સવારી કરશે. બપોરે 12 કલાકે પીએમ મોદી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સભાને સંબોધશે. જયારે સાંજે 5:45 કલાકે પીએમ મોદી અંબાજી પહોંચશે. જયાં અંબાજી ખાતે 7 હજાર 200 કરોડથી વધુના કામોનું શિલાન્યાશ અને લોકાર્પણ કરશે. તો 7 વાગ્યે અંબાજી મંદિરમાં દર્શન કરીને સાંજે 7:45 કલાકે ગબ્બર ઉપર મહા આરતીમાં PM મોદી હાજરી આપશે.

આ પણ વાંચો : નેશનલ ગેમ્સના એક દિવસ પૂર્વે અમદાવાદના આકાશમાં જોવા મળ્યો અનોખો નજારો !

Back to top button