અમદાવાદગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

PM મોદી ધોલેરામાં ટાટાના સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે

અમદાવાદ, 8 માર્ચ 2024, ગત ફેબ્રુઆરી મહિનામાં આઈટી મિનિસ્ટર અશ્ચિની વૈષ્ણવે કહ્યું કે, ટાટા ધોલેરામાં ભારતનો પહેલો સેમીકન્ડક્ટર ફેબ બનાવશે. ચિપ ફેબ યોજનાથી 26,000 લોકોને ડાયરેક્ટ રોજગાર મળશે અને લગભગ 1 લાખ લોકોને ઈનડાયરેક્ટ રૂપથી રોજગાર મળશે. વડાપ્રધાને દેશમાં સેમીકન્ડક્ટર ફેબ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. પહેલો કોમર્શિયલ સેમીકન્ડક્ટર ફેબ ટાટા અને પાવરચિપ-તાઈવાન દ્વારા સ્થાપિત કરવામાં આવશે જેનો પ્લાન્ટ ધોલેરામાં હશે. આગામી 13મી માર્ચે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી દેશના પ્રથમ સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે.

મહીને 50 હજાર વેફર ફેબ બનાવવામાં આવશે
ધોલેરામાં રૂપિયા 91 હજાર કરોડના ખર્ચે આ પ્લાન્ટ બનવાનો છે. જેમાં ઓટોમેશન, ડેટા એનાલિટીક્સ અને AI આધારિત ચીપ બનશે. ધોલેરા ખાતે 91 હજાર કરોડ રૂપિયાના ખર્ચે સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિ પૂજન થવાનું છે. જેના કારણે હવે ટાટા અને પાવર ચીપ તાઇવાનના કોલોબ્રેશનથી ગુજરાતના ધોલેરામાં દેશની સૌથી પહેલી સેમી કન્ડક્ટર ફેબ બનાવવામાં આવશે. આ સેમી કન્ડકટર ફેબમાં મહીને 50 હજાર વેફર ફેબ બનાવવામાં આવશે. એક વેફરની અંદર લગભગ 5 હજાર જેટલી ચીપ હોય છે. આ પ્લાન્ટથી વર્ષની લગભગ 300 કરોડ ચિપ્સ બનાવવામાં આવશે. આ ચિપ્સ લગભગ આઠ સેક્ટરને કવર કરશે.હાઇ પાવર કમ્પ્યુટ, ઇલેક્ટ્રીક વ્હીકલ્સ, ટેલિકોમ, ડિફેન્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઓટો મોબાઇલ, પાવર ઇલેક્ટ્રોનિક્સ આ બધા સેક્ટરમાં ચિપ્સનો ઉપયોગ કરવામાં આવશે.ખૂબ જ આધુનિક ટેકનોલોજી દ્વારા આ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. જેથી આ પ્રોજેક્ટને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.

ટાટાનું સંયુક્ત સાહસ દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું નિર્માણ કરશે
કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે 29 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે ટાટાનું સંયુક્ત સાહસ દેશના પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ કરશે. ધોલેરામાં માઈક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટ બાદ અહીં ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવવામાં આવશે. અમેરિકન ચિપ કંપની માઈક્રોન ધોલેરામાં રૂ. 22,516 કરોડના ખર્ચે ચિપ એસેમ્બલી પ્લાન્ટ બનાવી રહી છે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને તાઈવાનની પાવર ચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC) વચ્ચેનું સંયુક્ત સાહસ 91,000 કરોડના રોકાણ સાથે ગુજરાતના ધોલેરામાં ચિપ ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ કરશે. PSMC તાઈવાનમાં 6 ચિપ ફાઉન્ડ્રી ધરાવે છે. જ્યારે ગુજરાતમાં પ્લાન્ટ બનશે ત્યારે તેની દર મહિને 50 હજાર વેફર બનાવવાની ક્ષમતા હશે. આ PSMCનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ પણ છે.

આ પણ વાંચોઃતમારે લોકસભા લડવાની છે તૈયારી શરૂ કરી દો! જાણો કોંગ્રેસ હાઈકમાન્ડે કોને ફોન કર્યો

Back to top button