PM મોદી આજે ભારતની એશિયન ગેમ્સની ટુકડી સાથે વાતચીત કરશે
- પીએમ મોદી ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પાઠવશે
- એશિયન ગેમ્સમાં ભારતે કુલ 107 મેડલ જીત્યા
- સર્વશ્રેષ્ઠ દેખાવ કરી ભારત ચોથા સ્થાને
એશિયન ગેમ્સ 2023 સમાપ્ત થઈ ગઈ છે. ગેમ્સની ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય હોકી ટીમનો ગોલકીપર પીઆર શ્રીજેશ ધ્વજવાહક બન્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ભારતે કુલ 107 મેડલ જીત્યા અને નવો ઈતિહાસ રચ્યો. આ પહેલા ભારતે એશિયન ગેમ્સના ઈતિહાસમાં ક્યારેય આટલા મેડલ જીત્યા ન હતા. સમાપન સમારોહ બાદ ખેલાડીઓ ભારત પરત ફર્યા છે. આજે એશિયન ગેમ્સના તમામ ભારતીય ખેલાડી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતચીત કરશે.
પીએમ નરેન્દ્ર મોદી ખેલાડીઓને મળશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે 4:30 વાગ્યે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે હાંગઝોઉ એશિયન ગેમ્સ 2023માં ભાગ લઈને પરત ફરી રહેલા ઈન્ડિયન પ્લેયર્સને મળશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. આ અવસર પર વડાપ્રધાન ખેલાડીઓને તેમની અસાધારણ સિદ્ધિ માટે માત્ર અભિનંદન જ નહીં પરંતુ તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવશે. પીએમઓએ કહ્યું કે ભારતીય ટુકડીમાં સામેલ તમામ ખેલાડીઓ, તેમના કોચ, ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકારીઓ, રાષ્ટ્રીય રમત મહાસંઘના પ્રતિનિધિઓ અને રમત મંત્રાલયના અધિકારીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
એશિયન ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
એશિયન ગેમ્સ 2023માં ભારતે કુલ 107 મેડલ જીત્યા જેમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ સામેલ છે. મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને છે. એશિયન ગેમ્સમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એશિયન ગેમ્સ 2022માં ભારતે કુલ 70 મેડલ જીત્યા હતા, જેમાં 16 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ચીને 383 મેડલ જીત્યા છે, જેમાં કુલ 201 મેડલ સામેલ છે. મેડલ ટેલીમાં ચીન પ્રથમ ક્રમે છે.
આ પણ વાંચો: એશિયન ગેમ્સ 2023: ભારતે અત્યારસુધી 107 મેડલ જીત્યા