PM મોદી સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું કરશે ઉદ્ઘાટન


- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ, ડિજિટલ કોર્ટ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટનો કરશે શુભારંભ
નવી દિલ્હી, 27 જાન્યુઆરી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યે સર્વોચ્ચ અદાલતનાં ઓડિટોરિયમમાં ભારતની સર્વોચ્ચ અદાલતની ડાયમંડ જ્યુબિલીની ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતના પંચોતેરમા વર્ષનું અનાવરણ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાગરિક કેન્દ્રિત માહિતી અને ટેકનોલોજીની પહેલોનો શુભારંભ કરશે, જેમાં વિવિધ ટેકનોલોજીની પહેલો જેવી કે ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ (ડિજિ એસસીઆર), ડિજિટલ કોર્ટ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટ સામેલ છે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.
પ્રધાનમંત્રી સુપ્રીમ કોર્ટની નવી વેબસાઈટ પણ લોન્ચ કરશે. નવી વેબસાઇટ અંગ્રેજી અને હિન્દીમાં દ્વિભાષી ફોર્મેટમાં હશે અને તેને યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે.
Prime Minister @narendramodi to inaugurate the Diamond Jubilee celebration of #SupremeCourt
PM to launch multiple technology initiatives – Digital Supreme Court Reports, Digital Courts 2.0 and new website of Supreme Court
Read here: https://t.co/eliFMhfow8@PMOIndia
— PIB India (@PIB_India) January 27, 2024
- ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ (SCR) :ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ (SCR) સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ દેશના નાગરિકોને વિના મૂલ્યે અને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે. ડિજિટલ SCRની મુખ્ય વિશેષતાઓ એ છે કે, 1950થી અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટના અહેવાલોના તમામ 519 વોલ્યુમ, જેમાં 36,308 કેસોને આવરી લેવામાં આવ્યા છે, તે ડિજિટલ ફોર્મેટમાં, બુકમાર્ક, યુઝર ફ્રેન્ડલી અને ઓપન એક્સેસ સાથે ઉપલબ્ધ થશે.
- ડિજિટલ કોર્ટ 2.0 :ડિજિટલ કોર્ટ 2.0 એપ્લિકેશન એ ઇ-કોર્ટ પ્રોજેક્ટ હેઠળ તાજેતરની પહેલ છે, જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જિલ્લા અદાલતોના ન્યાયાધીશોને કોર્ટના રેકોર્ડ્સ ઉપલબ્ધ કરાવવા માટે છે. જેને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ના ઉપયોગ સાથે જોડીને વાસ્તવિક સમયના આધારે ટેક્સ્ટમાં વાણીનું લખાણ કરવા માટે કરવામાં આવે છે.
આ પણ જુઓ :ભાજપે દિલ્હીમાં ઑપરેશન લોટ્સ 2.0 શરૂ કર્યું – AAPનો આરોપ