- PMનો ભોજન સમારંભ ‘ગુજરાતનું ગૌરવ’ થીમ પર હશે
- રાજ્યસભાના નવનિયુક્ત બે સાંસદો તરફથી ભોજન સમારંભ રાખવામાં આવ્યો
- આ ઇવેન્ટ રાજ્યના વિકાસ માટે મહત્વની ગણવામાં આવી રહી છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. જેમાં આજે PM મોદી સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્વાટન કરશે. તથા PM મોદી ગાંધીનગરમાં કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગરમાં મહાત્મા મંદીરમાં કાર્યક્રમમાં પણ હાજરી આપશે. તેમજ મહાત્મા મંદીર કાર્યક્રમ બાદ ભોજન સમારંભ યોજાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે જળબંબાકાર
PMનો ભોજન સમારંભ ‘ગુજરાતનું ગૌરવ’ થીમ પર હશે
PMનો ભોજન સમારંભ ‘ગુજરાતનું ગૌરવ’ થીમ પર હશે. તેમજ સર્કિટ હાઉસમાં ભોજન સમારંભમાં PM ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ, આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં PM મોદી સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્વાટન કરશે. તથા PM મોદી મહાત્મા મંદીરમાં વિવિધ ત્રણ બેઠકો કરશે. તેમજ મહાત્મા મંદીર કાર્યક્રમ બાદ ભોજન સમારંભ યોજાશે. જેમાં રાજ્યસભાના નવનિયુક્ત બે સાંસદો તરફથી ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે.
આ ઇવેન્ટ રાજ્યના વિકાસ માટે મહત્વની ગણવામાં આવી રહી છે
સર્કિટ હાઉસમાં ભોજન સમારંભમાં PM ઉપસ્થિત રહેશે. જેમાં બાબુ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા તરફથી ભોજન સમારંભ યોજવામાં આવ્યો છે. ત્યારે PMનો ભોજન સમારંભ ‘ગુજરાતનું ગૌરવ’ થીમ પર હશે. PM મોદીના ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને બીજા કેટલાય અગ્રણી સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના વડાઓ હાજર રહેશે. ભારત અને ગુજરાતમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગમાં નવીનીકરણ, સહભાગિતા અને વિકાસ માટે મહત્વની ઈવેન્ટ ગણવામાં આવી રહી છે.