PM મોદી 2024ની ચૂંટણીને લઈ એક્શનમાં, યુપીના બુલંદશહેરથી મિશન 2024નું ઉદ્ઘાટન કરશે
25 જાન્યુઆરી, 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના બુલંદશહેર અને રાજસ્થાનના જયપુરની મુલાકાત લેશે. પીએમ આ દરમિયાન અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેઓ જાહેર સભાઓને પણ સંબોધિત કરશે.
વડાપ્રધાન બપોરે લગભગ 1.45 વાગ્યે બુલંદશહરમાં કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ રૂ. 19,100 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે, જેમાં રેલ, રોડ, તેલ અને ગેસ અને શહેરી વિકાસ અને આવાસ જેવી ઘણી મહત્વપૂર્ણ યોજનાઓનો સમાવેશ થાય છે.
રેલથી લઈને રોડ સુધીના ઘણા મહત્વના પ્રોજેક્ટ
પ્રધાનમંત્રીએ બુલંદશહરમાં કાર્યક્રમ દરમિયાન, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC) પર ન્યૂ ખુર્જા-નવી રેવાડી વચ્ચે 173 કિમી લાંબી ડબલ લાઇન, મથુરા-પલવલ સેક્શન અને ચિપિયાણા બુઝર્ગ-દાદરી સેક્શનને જોડતી ચોથી લાઇન, અલીગઢથી ભાડવાસ સુધી ફોર લેન વર્ક પેકેજ -1 (NH-34 ના અલીગઢ-કાનપુર વિભાગનો ભાગ), NH-709A ને પહોળો કરવો, NH-709AD પેકેજ-II ના શામલી-મુઝફ્ફરનગર વિભાગને ચાર માર્ગીય બનાવવો અને અન્ય રોડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.