PM મોદી આજે ગુજરાત પ્રવાસે, 2 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
HD ન્યુઝ ડેસ્કઃ આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારી રહ્યા છે. તેઓ રાજકોટમાં રાજ્યના પહેલા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કરશે. ત્યાર બાદ તેઓ રાજકોટના KKV ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. આખરે તેઓ રેસકોર્સ મેદાનમાં જંગી સભાને સંબોધન કરશે. લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ સૌરાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વનો હોય તેવુ લાગી રહ્યું છે.
રોડ શોનું પણ આયોજનઃ હિરાસર એરપોર્ટથી રેસકોર્સ મેદાન સુધી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પણ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થતાં જોવા મળશે. આ માટે રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ સતત રાજકોટમાં રહ્યા છે.
પદાધિકારીઓ સાથે લંચઃ 27 તારીખની સાંજે મુખ્યમંત્રી સહિત મંત્રીઓને હાજર રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારબાદ બીજા દિવસે 28 જુલાઈએ તેઓ 3 દિવસીય સેમિકોન સમિટનું ઉદ્ઘાટન કરાવશે. વડાપ્રધાન મોદી 28 જુલાઈએ સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે લંચ કરશે. જેમાં પણ ઘણાં મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક થઈ શકે છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા: મુડેઠાની નવી GIDC માટે 2.45 લાખ ચો.મી. જમીન ફાળવવા મુખ્યમંત્રીની મંજૂરી