નેશનલ

બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવેનું 12 માર્ચે PM મોદી કરશે ઉદ્ઘાટન, જાણો તેની વિશેષતા

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 લેન બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરવા માટે રવિવારે એટલે કે 12 માર્ચે કર્ણાટકની મુલાકાત લેશે. ત્યારે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે પ્રોજેક્ટને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બેંગલુરુ-મૈસૂર એક્સપ્રેસવે એક મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે જે કર્ણાટકના વિકાસમાં ફાળો આપશે. ટૂંક સમયમાં એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવેનું બાંધકામ જેમાં NH-275નો એક ભાગ સામેલ છે.

નરેન્દ્ર મોદી 12 માર્ચે આ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે

કર્ણાટકમાં બનેલા બેંગલુરુ-મૈસૂર એક્સપ્રેસવેને કારણે બંને શહેરો વચ્ચે મુસાફરી કરવામાં ઓછો સમય લાગશે. જે પ્રવાસમાં 3 કલાકનો સમય લાગતો હતો તે હવે 75 મિનિટ લેશે. કેન્દ્ર સરકારની મુખ્ય અને મહત્વાકાંક્ષી યોજના ભારતમાલા પરિયોજના હેઠળ વિકસાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે આ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે.

બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે-humdekhengenews

નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આપી માહીતી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આ એક્સપ્રેસ વે વિશે માહિતી આપી છે. બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસ વે 8478 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. 118 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે કર્ણાટકના બે મોટા શહેરો વચ્ચેનો પ્રવાસ સમય ઘટાડશે. આ એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે દ્વારા માત્ર 75 મિનિટમાં બેંગલુરુથી મૈસુર પહોંચી શકાય છે.

બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસ વે 10 લેનનો કોરિડોર

બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસ વેને 6 લેનનો બનાવવામાં આવ્યો છે. તેમજ એક્સપ્રેસ વેની બંને બાજુએ બે લેનનો સર્વિસ રોડ છે. આ રસ્તાઓની ગણતરી કરીએ તો એક્સપ્રેસ વેને 10 લેનનો કોરિડોર કહી શકાય.

આ શહેરોને થશે ફાયદો 

બેંગલોર કર્ણાટકની આર્થિક રાજધાની છે, જ્યારે મૈસુર સાંસ્કૃતિક રાજધાની છે. આ બે મોટા શહેરો ઉપરાંત આ હાઈવે શ્રીરંગપટના, કુર્ગ, ઉટી અને કેરળના ભાગોને પણ જોડશે. સમગ્ર હાઇવેને સંપૂર્ણ એક્સેસ-કંટ્રોલ સુવિધા તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સાબરકાંઠા : IAS અધિકારી નીતિન સાંગવાનનુ અપહરણ કરી મારકૂટનો મામલો, ત્રણ આરોપીની ધરપકડ

Back to top button