PM મોદી આજે કર્ણાટકની મુલાકાતે, બેંગલુરુ અને ચિક્કાબલ્લાપુરામાં કરશે જાહેર સભા
- PM મોદી લગભગ 2 વાગ્યે ચિકબલ્લાપુરાના ચોકકાહલ્લી ગામમાં જાહેર સભાને સંબોધન કરીને બેંગ્લોર જશે
કર્ણાટક, 20 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે કર્ણાટક મુલાકાત લેવાના છે. કર્ણાટકમાં PM મોદી બેંગલુરુ અને ચિક્કાબલ્લાપુરામાં જાહેર સભાઓને સંબોધન કરશે. લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત થયા પછી વડાપ્રધાન મોદી ચોથી વખત કર્ણાટકની મુલાકાત કરશે. કર્ણાટકના ભાજપ યુનિટે જણાવ્યું હતું કે, PM મોદી લગભગ 2 વાગ્યે ચિકબલ્લાપુરાના ચોકકાહલ્લી ગામમાં જાહેર સભાને સંબોધન કરશે. પાર્ટીએ રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી કે.સુધાકરને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.
PM Shri @narendramodi‘s public programmes in Maharashtra and Karnataka on 20th April 2024.
Watch Live:
📺https://t.co/ZFyEVldUYK
📺https://t.co/vpP0MInUi4
📺https://t.co/lcXkSnNPDn
📺https://t.co/4XQ2GzqK1N pic.twitter.com/vT1cQFlj9i— BJP (@BJP4India) April 19, 2024
ચિકબલ્લાપુરાના ચોકકાહલ્લી ગામમાં જાહેર સભાને સંબોધન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુ જશે અને સાંજે 4 વાગ્યે પેલેસ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધિત કરશે. બેંગલુરુ શહેર ભાજપનો ગઢ છે, કારણ કે તેના ત્રણેય સાંસદો ભાજપના છે અને લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત બાદ વડાપ્રધાનની કર્ણાટકની આ ચોથી મુલાકાત હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ મુલાકાત 16 માર્ચે એટલે કે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ તે દિવસે હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ગૃહ મતવિસ્તાર કલબુર્ગીમાં યોજાઈ હતી. તેમની ત્યારબાદ જાહેર સભા શિવમોગામાં હતી. 14 એપ્રિલે PM મોદી મૈસુર અને મેંગલુરુમાં હતા.
આ પણ જુઓ: પ્રથમ તબક્કામાં 102 બેઠક ઉપર નોંધાયું 60.03 % મતદાન